સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડવાનાં બદલામાં યમનમાં કરી એર સ્ટ્રાઈક, 31 લોકોનાં મોત

સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડ્યા બાદ બદલો લેવાને લઈને ભારતીય સમય મુજબ શનિવારે મોડી રાત્રે સંઘર્ષગ્રસ્ત યમનમાં એર સ્ટ્રાઈક કરીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હતો. સમાચાર એજન્સી ANI મુજબ તેમાં 31 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. તેની સાથે જ ક્ષેત્રમાં સાઉદી અરબ અને હૂતી વિદ્રોહિયોની વચ્ચે પહેલાંથી જ રહેલો તણાવ વધુ વધી ગયો છે