તિલકવાડા ખાતે
તિલકવાડા તાલુકા યુવા મોરચાના કાર્યકરો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાશનના 7વર્ષની ઉપલબધી મા સેવાકીય પ્રવૃત્તિ કરતા ભાજપના કાર્યકરોનું રક્તદાન
રાજપીપલા, તા 29
તિલકવાડા તાલુકા યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી સ્વરૂપે ૭ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ના રૂપે સેવાકીય પ્રવૃતિઓ તિલકવાડા ખાતે કરવામાં આવીહતી.જેમાં તિલકવાડા તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી કૌશલભાઈ દવે,પ્રદેશ સુરજભાઈ દેસાઈ સાથે જિલ્લા મહામંત્રી નિલભાઇ રાવ બીજા જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ બારીઆ તેમજ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ લુહાર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને રાજપીપળા શહેર સંગઠન મહામંત્રી અજીતભાઇ પરીખ સાથે જિલ્લા આઇ.ટી.સેલ કન્વિનર યતીનભાઇ નાયક અને જિલ્લા આઇ.ટી.સેલ સહ કન્વિનર ગૌરાંગ બારીઆ સાથે તાલુકા અને જિલ્લા ના અન્ય મહાનુભાવ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે 29 યુનિટ રક્ત એકત્રિત કરી બ્લડ બેન્ક રાજપીપલા ને સુપરત કર્યું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા