જ્યોતિષમાં જેને ક્રૂર અને પાપી ગ્રહ કહેવામાં આવે છે, તેને શાંત કરવાના સચોટ ઉપાય
જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો છે. આ તમામ ગ્રહો ભિન્ન ભિન્ન સ્વભાવના છે. પોતાના અલગ અલગ સ્વભાવના કારણે તેમાં ક્યાંક સૌમ્યતા તો ક્યાંક ક્રૂરતા જોવા મળે છે. ક્રૂર ગ્રહોમાં સુર્ય અને મંગળનો સમાવેશ થાય છે. જ્યારે શનિ અને રાહુ કેતુ પાપી ગ્રહોની શ્રેણીમાં આવે છે. આઓ જાણીએ આ ગ્રહોના શુભ અશુભ પ્રભાવ અને તેને શાંત કરવાના ઉપાય.
સૂર્ય ગ્રહ
સૂર્ય ગ્રહ તમામ ગ્રહોનો રાજા છે. તે આત્મા, પિતા, રાજા, ઉચ્ચ અધિકારીનો કારક છે. જો કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર હોય તો વ્યક્તિ વિભિન્ન પ્રકારની પરેશાનીઓ અને શારીરિક રોગ-દોષનો સામનો કરવો પડતો હોય છે. સૂર્યના અશુભ પ્રભાવથી હૃદય રોગ, નેત્ર રોગ, ધનની હાની ખોટા આક્ષેપ માન-સન્માનમાં ઘટાડો આવે છે.
ઉપાય
રવિવારે સૂર્યોદયના સમયે જળ ચડાવો અને ગરીબ વ્યક્તિને દાન કરી સૂર્યનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.
મંગળ ગ્રહ
મંગળ ગ્રહ ક્રોધ અને ઉર્જા દર્શાવે છે. તે જમીન, સેના, પોલીસ, રમત ગમત,રક્ત લાલ રંગનો કારક માનવામાં આવે છે. મંગળને કારણે કુંડળીમાં માંગલિક દોષનું નિર્માણ થાય છે. મંગળ અશુભ હોવાથી હૃદય રોગ, દેવુ, જમીન જાયદાદ સંબંધી વિવાદ ઉભો કરે છે.
ઉપાય
મંગળનો અશુભ પ્રભાવ ઓછો કરવા લાલ કપડાનું દાન કરો.
શનિ ગ્રહ
શનિ એક પાપી ગ્રહ છે. શનિ ગ્રહ ન્યાયનો દેવતા છે. આ ગ્રહની ચાલ ખુબજ ધીમી હોય છે. આથી અઢી વર્ષે તે રાશિ પરિવર્તન કરે છે. શનિ પોતાની સાડાસાતી કે ઢૈય્યાને લઈને વધારે ચર્ચામાં રહે છે. શનિની અશુભતા આગ લાગવી, આંખોનો રોગ, પિતા સાથે ટક્કર જેવા અશુભ પરિણામ આપે છે.
ઉપાય
તેલ, સરસો, કાળા તલ, કાળા વસ્ત્ર, જૂતાનું દાન કરવાથી શુભ ફળ આપે છે.
રાહુ ગ્રહ
રાહુ કેતુ બને પાપી ગ્રહ છે. રાહુ કેતુના કારણે કુંડળીમાં કાલસર્પ દોષ બને છે. જ્યાં અશુભ થવાથી માથામાં ઈજા, માનસિક બીમારી થાય છે. કેતુના કારણે વિશ્વાસઘાત થાય છે.
ઉપાય
રાહુના પ્રભાવને ઓછો કરવા જરૂરિયાત વાળાને કપડાનું દાન કરવુ, નાળીયેર, અડદ જેવી વસ્તુઓનું દાન કરવાથી રાહુ ગ્રહ શાંત થાય છે.
Sureshvadher