લાછરસ ગામની ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી.
નિર્ભયા સ્કવોર્ડની ટીમ લાછરસ પહોંચી તાળું તોડી વૃદ્ધ મહિલાને ઘરનો કબ્જો આપવી ગૃહ પ્રવેશ કરાવ્યો
સમજાવી પુનઃ ગૃહ પ્રવેશ કરાવ્યો.
રાજપીપલા, તા 29
લોકડાઉન બાડ નર્મદામા નિર્ભયા સ્કવોર્ડની કામગીરી પુનઃ સક્રિય થઈ છે.જેમાં લાછરસ ગામની ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી છે
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સુચના પ્રમાણે જિલ્લામાં કામ કરી રહેલ નિર્ભયા ટીમ ના ઇન્ચાર્જ પી.એસ. આઈ કે .કે .પાઠક ના નેતૃત્વમાં લાછરસ ગામ માંથી ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલા શકુંતલાબેન ઠાકોરભાઈ પટેલે રાજપીપળા નિર્ભયા ટીમને એક અરજી આપેલ કે મારો નાનો દીકરો ભારતભાઈ પટેલ મારા ઘરમાંથી મને બહાર કાઢી ઘરમાં તાળું મારી દીધું છે. જેથી મારા ઘર મને પાછો બોલાવો. આ અંગે નિર્ભયા સ્કવોર્ડ દ્વારા તપાસ કરતા અરજી સાચી જણાવતા ત્યાં જઈનેતેમને સમજાવતા તાળું ખોલી તેમના ઘરમા પુનઃ પ્રવેશ કરવાવી મામલો થાળે પાડ્યો હતો. હાલ લોક ડાઉનમા ઘરેલુ હિંસા. માનસિક શારીરિક ત્રાસ તથા અન્ય હેરાનગતિ ના કિસ્સા વધી જતા આવા સમયે નિર્ભયા સ્કવોર્ડની કામગીરી આશીર્વાદરૂપ પુરવાર થઈ છે
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ ના સૂચનાથી પીએસઆઇ કે કે પાઠક ના નેતૃત્વમાં જિલ્લા નિર્ભયા ટીમ ગામે-ગામે ફરી દરેક બહેનોને મદદ કરી જાગૃતિ કરવામાં આવી રહ્યા છે.અને દરેકને જણાવવામાં આવે છે કે કોઈપણ તકલીફ પડે તો નિર્ભયા ટીમ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા