નાંદોદ તાલુકા ના હાંડી ગામે સગીર કન્યા ઉપર પાશવી બળાત્કાર

નાંદોદ તાલુકા ના હાંડી ગામે સગીર કન્યા ઉપર પાશવી બળાત્કાર

મદદગારી કરનાર ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ
ગભરાયેલી કન્યાએ ઝેરી દવા પી જતા ચકચાર
રાજપીપલા, તા,28

નાંદોદ તાલુકાના હાંડી ગામે સગીર કન્યા ઉપર પાશવી બળાત્કારની ઘટનાએ ચકચાર જગાવી છે.

જેમાંબળાત્કાર કરનાર આરોપી સહિત
મદદગારી કરનારકૂલ ત્રણ ઈસમો સામેએમલેથા પોલીસમથકે ફરિયાદનોંધાઈ છે. આ ઘટનાથી
ગભરાયેલી કન્યાએ ઝેરી દવા પી જતા ચકચારમચી જવા પામી છે.
ફરીયાદી ભોગ બનનારની માતાએ
આરોપીઓ
(૧) ગીરીશભાઇ જમનાભાઇ વસાવા(૨) સુજીતભાઇ ઠાકોરભાઇ વસાવા તથા (૩) અંકિતભાઇ ફિલીપભાઇ
વસાવા( ત્રણેય રહે.ગાગર તા.નાંદોદ જી.નર્મદા)સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત અનુસારઆરોપીઓએ કાયદેસરના વાલીપણામાંથીસગીર કન્યા ઉપર બળજબરી પૂર્વક લઇ જઇ બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવાની ફરિયાદ નોંધાઈ છે
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીની દિકરી ભોગબનનાર સગીર કન્યાને આરોપી ગીરીશભાઇ જમનાભાઇ વસાવાએ લગ્ન કરવાના
ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી બળજબરીપૂર્વક લઇ જઇ સગીર કન્યા સાથે બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરેલ. તેમજ અન્ય બે આરોપીઓ સુજીતભાઇ વસાવા તથા અંકિતભાઇ
વસાવા એ ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

આ ઘટના બન્યા પછીસગીર કન્યાએ જ
દવા પી જતા માતા પિતાએ દવા પીવા બાબતે પુછપરછ કરતા ફરીયાદમાં જણાવેલ
હકિકત ભોગ બનનારે જણાવતા ફરીયાદ મોડી દાખલ કરાઈ
હતી.

તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા