નર્મદાનું સુપ્રસિદ્ધ દેવમોગરા માઈ મંદિર 11મી થી ભક્તોના દર્શન માટે ખુલશે.

નર્મદાનું સુપ્રસિદ્ધ દેવમોગરા માઈ મંદિર 11મી થી ભક્તોના દર્શન માટે ખુલશે.

રાજપીપલા, તા 11

નર્મદા જિલ્લા નું સુપ્રસિદ્ધ મન્દિર અને આદિવાસીઓ ની કુળદેવી યાહ મોગીમાતા ના દેવમોગરા માતાજી નું મંદિર દર્શનાર્થીઓ માટે તારીખ ૧૧-૦૬-૨૦૨૧ ને શુક્ર વારે સવારે ૬-૦૦ વાગ્યે થીખુલ્લું મુકવામાં આવશે.

મંગળા આરતી બાદ ભાવિકભકતો માટે સરકાર
ની ગાઈડલાઈન મુજબ ખુલ્લુ મુકવામાં આવશે.ઘણા વખત થી કોરોના ના કારણે મન્દિર બન્ધ હતું.

હવે સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે કાલે ૧૧ મી જુને ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી આપી છે. તે મુજબ સરકારના નિર્ણયને આવકારી ને આવતીકાલે ૧૧ મીથી દેવમોગરા મંદિર દર્શન માટેખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે. તથા હેન્ડ વોશ કરવાના રહેશે. કોઈ પણ જગ્યાએ ભીડ કરવાની રહેશે નહીં

તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા