બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
લલ્લુજી એન્ડ સન્સનાં md દીપાન્સુ અગ્રવાલ પાસેથી અનામત પ્રકારના વૃક્ષ કાપવા બદલ કેવડિયા રેન્જ rfo વિરેન્દ્રસિંહ ઘરીયાએ 1 લાખ વસુલ કર્યા.
– md દીપાન્સુ અગ્રવાલ કેવડિયા rfo સમક્ષ થયા હાજર,વનને નુકસાન કરવાનો ગુનો કર્યો કબૂલ
ટેન્ટ સીટી -1 ખાતે વધારાનું દબાણ સ્વયં દૂર કરવાનું કામ ચાલુકરી દેવાયું
રાજપીપલા તા 28
લલ્લુજી એન્ડ સન્સનાં md દીપાન્સુ અગ્રવાલ પાસેથી અનામત પ્રકારના વૃક્ષ કાપવા બદલ કેવડિયા રેન્જ rfo વિરેન્દ્રસિંહ ઘરીયાએ 1 લાખ વસુલ કર્યાછે
– કેવડિયા રેન્જ ગુના નંબર – 3/2020-21 મુજબ નઘાતપોર રાઉન્ડ હેઠળ આવતા ટેન્ટ સિટીની બાજુમાં સરકારી જમીનમાં રહેલ અનામત પ્રકારના સાગ અને ખાખરનાં 9 જેટલા વૃક્ષ કાપી નાંખતા કેવડિયા rfo શ્રી વિરેન્દ્રસિંહ ઘરીયા સમક્ષ આજે સુનાવણીમાં લલ્લુજી એન્ડ સન્સ તરફથી md દીપાન્સુ અગ્રવાલ,રહે. ૬૪, વસંત બહાર,ઉમિયા માતાજીના મંદિર પાસે, અમદાવાદ આજે રૂબરૂ હાજર થતા ભારતીય વન અધિનિયમ 1927ની કલમ – 26 (1)(ક) મુજબ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાંથી અનામત પ્રકારના 9 જેટલા વૃક્ષો 0.234 ઘનમીટર કાપતા અને વન ઉનમુલન કરવું,જંગલ જમીનમાં અપ્રવેશ કરવો,વૃક્ષ પાડવા અને ઇમારતી લાકડું લઈ જઈ અને વનની જમીન પર બાંધકામ કરવું અને જંગલને કરેલ નુકસાની બદલ કરેલ ગુનાની કબૂલાત આપતા અને વળતર પેટે નિયમ અને કાયદા મુજબ 1,00,000₹ વસુલ કર્યા હતા.
અને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરવા સખ્ત તાકીદ કરવામાં આવી હતી.
અત્રેઉલ્લેખનીય છે કે
ટેન્ટ સીટી કેવડિયાખાતે
સાગ અને ખાખરના અનામત પ્રકારના વૃક્ષ વિના પરવાનગીએ કાપી નાખતા
લલ્લુજી એન્ડ સન્સના એમડીને કેવડિયા વન વિભાનું તેડું આવ્યું હતું
અને ૨૮/૦૫/૨૦૨૧નાં રોજ
કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસ કેવડીયાની કચેરીએ હાજર થવા સમન્સ પાઠવ્યું હતું
જેમાં આરક્ષિત વન જમીનમાં 7 જેટલા ટેન્ટઉભા કરી
ગેરકાયદે વૃક્ષો ઉગાડી
વૃક્ષ છેદનની કામગીરી કરતા કાર્યવાહી હાથ ધરરી આજે સુનાવણીબાદ દંડ વસુલ્યો હતો.અને
કેવડીયામાં ટેન્ટસીટી-૧ માં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગૌચરણની જમીનમાં કરાયેલ અનઅધિકૃત કબજો અને નવા બાંધકામને તાત્કાલિક દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી અપાયેલી નોટીસ પાઠવી હતી
ત્યાર બાદ
ટેન્ટ સીટી -1 ખાતે વધારાનું દબાણ સ્વયં દૂર કરવાનું કામ ચાલુકરી દેવાયું છે
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા