જામનગરના સાધના કોલોની, ચિલ્ડ્રન હોમ ખાતેથી નાસી ગયેલ યુવકની જાણ કરવા અનુરોધ.

જામનગર: શહેરના સાધના કોલોની ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં રહેતા વિભાભાઇ કાનાભાઇ મેવાડા મો. ૯૦૯૯૭ ૯૦૦૧૨દ્વારા સીટી એ પોલીસ ડિવિઝન જામનગર ખાતે જાણ કરાયા મુજબ તેમની ચીલ્ડ્રનહોમ સંસ્થામાં રહેતા બાળક દિનેશ ઉર્ફે દિલેશ જગતભાઇ મુળ રહેવાસી દિધોરા ગામ જાજગીર જાંપા, છતીસગઢ કે જેઓ તા.૧૭/૦૬/૨૧ના રોજ સવારે ૦૯.૩૦ આસપાસ સંસ્થાની રસોડા વિભાગમાં સમારકામ ચાલુ હોય ત્યાથી દિવાલ કુદીને નાશી ગયેલ છે. આ ગુમ થનાર શરીરે પાતળા બાંધાનો તથા વાને શ્યામ વર્ણ અને આસરે સાડા ચારેક ફુટની ઉંચ્ચાઈ ધરાવે છે. તેમજ હિંદી ભાષા બોલે છે. જેનો ફોટો આ સાથે સામેલ છે. જો આ દિનેશ ઉર્ફે દિલેશ ઉ.વ.૧૪ની કોઇ ભાળ મળે અથવા જોવામાં આવે તો સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નં.૦ર૮૮-૨૫૫૦૨૪૩ તથા પો.હેડ કોન્સ. એચ.એ.પરમાર મો.નં. ૬૩૫૧૨ ૪૪૨૫૮ને જાણ કરવા અનુરોધ કરાયેલ છે.