બે વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને
વડફળી (મહારાષ્ટ્ર)થી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ
રાજપીપલા, તા 24
છેલ્લા બે વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને
વડફળી (મહારાષ્ટ્ર)થી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એ.એમ.પટેલ,
પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી એ
જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા
આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ
કરી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી
બાતમીદારથી બાતમી મેળવવા તથા નાસતા ફરતા આરોપીઓ અટક કરવાની સુચનાનાને પગલે
બાતમી મળેલ કે કેવડીયા
પો.સ્ટે. વિસ્તારનો પ્રોહીબીશનના ગુનાના કામે નાસતો-ફરતો આરોપી સાયસીંગભાઇ ઉર્ફેશૈલેષભાઇ કસરીયાભાઇ વસાવા (રહે. વડફળી તા.અક્લકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)નો
કેવડીયાપોલીસ મથકમા નોંધયેલ
ગુનાના કામે નાસતો ફરતો હોય જેને એલ.સી.બી. ટીમ મારફતે વડફળી
તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી કેવડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવેલ છેપોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા