પુછા ના કિસીને દિલકા હાલ અબ શહર ભરમેં ઝિકર હે ઉસકી ખુદખુશીકા
ભારતીય સિનેમાના ઝળહળાટ પાછળનો અંધકાર કદાચ આપણાં સુધી પહોંચતો જ નથી.આપણે તો એ ઝળહળાટ જોવામાં મશગુલ હોઈએ છીએ અને એ જ સિનેમાના તારલાઓ આત્મહત્યા કરીને આપણને અલવિદા કહીને ચાલ્યા જાય છે.જાણે આપણને કહેતા હોય કે આ સપનાની દુનિયામાં અંધકાર સીવાય કઇ જ નથી. ચાહે એ ખ્યાતનામ એક્ટર ગુરુદત્ત હોય કે સુશાંત સિંહ રાજપૂત.
પટનાથી સપનાઓનું પોટલું લઈને નીકળેલો આ 34 વર્ષનો યુવાન.ઇજનેરના અભ્યાસમાં મહેર પણ એક્ટિંગના શોખને કારણે બોલીવુડમાં આવ્યો હતો.તેની કારકિર્દીની શરૂઆત એક ટીવી સિરિયલથી થઇ હતી.કાઈપો છે ફિલ્મના નિર્માતાઓ સુશાંતસિંહને લીડ એક્ટર લેવા મંગતા નહતા.પણ એકતા કપૂરના કહેવાથી તેઓ રાજી થયા હતા. આમ તેણે આ ફિલ્મ દ્વારા સીનેજગતમાં પગપેસારો કર્યો.
આ પછી તેણે અનેક ફિલ્મો જેવીકે એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી, શુદ્ધ દેશી રોમાન્સ, પી.કે,સોનચીરીયા,અને છીંછોરેમાં પોતાની એક્ટિંગથી બધાને તેના ફેન બનાવી દીધા હતા.તેના જીવનમાં એવું તો શું ચાલી રહ્યું હતું કે તે ડિપ્રેશનનો ભોગ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓથી હિન્દુજા હોસ્પિટલમાં તેની ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી.
અહીં એક વધુ હકીકત આપની સામે લાવીએ. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતનો નિકટના મિત્ર મનમિત ગરેવાલે 15 મે 2020ના રોજ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેની અન્ય નિકટની મિત્ર પેક્ષા મહેતાએ પણ 26 મે 2020ના રોજ આત્મહત્યા કરી હતી. સુશાંતની આત્મહત્યાના પાંચ દિવસ પહેલાજ તેની પૂર્વ મેનેજર દિશા સાલ્યાને પણ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પહેલા તેના નિકટના મિત્રો ત્યારબાદ તેની પૂર્વ મેનેજર અને હવે સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કરીને દુનિયામાંથી ચાલ્યા ગયા.આ બધું જોતા એક વિચાર જરૂર આવે કે શું આ વેલ પ્લાનેડ મર્ડર છે કે પછી બળજબરી કરાવવામાં આવેલી આત્મહત્યા?