*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.02/11/2020*

*કોંગ્રેસે જાહેર કરેલા કથિત વીડિયોને લઈને પ્રતિક્રિયા*
કોંગ્રેસે જાહેર કરેલા કથિત વીડિયોને લઈને સોમાભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ વીડિયો ખોટો છે. મને બદનામ કરવાનુ કાવતરુ છે. આ અંગેનો જવાબ મારા વકિલ આપશે. નોંધનિય છે કે હાલમાં ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી થઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ પેટાચૂંટણીને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

*ડીસા : ડેપો મેનેજરે 8 દુકાનો સીલ કરતા ફફડાટ*
ડીસા નવા બસ સ્ટેશનના દુકાનદારો દ્વારા દુકાનોનું ભાડું ન ભરતા આખરે ડેપો મેનેજરે 8 દુકાનો સીલ કરી. અંદાજીત 20 થી પણ વધુ દુકાનો ભાડાનો કરાર કરીને આપવામાં આવી હતી. જો કે કોરોના વાયરસની મહામારીના કારણે બસ સેવા બંધ થઇ જતા વેપારીઓએ પણ દુકાનો બંધ કરી દીધી હતી. જેના કારણે બે મહિનાનું ભાડું ચડી ગયું હતું.
*
*પાટણના બાસ્પા ગામે બે જૂથ વચ્ચે અથડામણ*
પાટણના બાસ્પા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જુની અદાવત મામલે સમીના બાસ્પાની મહિલાઓ રોડ પર ઉતરી ગઇ હતી રૂપિયાની ઉઘરાણી કરતા મહિલાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી.
*
*અંબાજીના સફાઈ કર્મીઓને અનોખી ભેટ*
અંબાજી મંદિરમાં દાન સ્વરૂપ ઘરેણાં સહિતનું દાન આપવામાં આવતું હોય છે. ત્યારે સુરતના એક માઇભક્તે અંબાજીના સફાઈ કર્મીઓને ભેટ સ્વરૂપ સાડીઓ આપીને પોતાની આસ્થા દર્શાવી હતી
*
*મફતમાં વૅક્સિનનું વચન આચારસંહિતાનો ભંગ નથી: ચૂંટણી પંચ*
બિહાર વિધાનસભાની ચૂંટણીના ઘોષણાપત્રમાં મફત કોરોના વૅક્સિનનું આપેલું વચન ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં હોવાનું ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ફરિયાદના અનુસંધાનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને કોરોનાની રસી વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું વચન આપવાથી આચારસંહિતાની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી
*કાંદા પછી હવે મરચાં રોવડાવશે*
નંદુરબાર જિલ્લામાં મોટા પાયે મરચાંની ખેતી થાય છે. જોકે છેલ્લાં કેટલાક વર્ષથી મરચાની ખેતીમાં વિવિધ પ્રકારની મુશ્કેલી આવી રહી હોવાથી ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે અતિવૃષ્ટિની સાથે મરચાના છોડમાં રોગચાળો પણ આવતા ખેતીમાં ૭૦ ટકા જેટલું ધરખમ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે
*
*સૈનિક સ્કૂલોમાં અનામત લાગુ થશે*
દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨થી અનામત લાગુ કરાશે. સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતાં કહ્યું હતું કે દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષથી ઓબીસી માટે ૨૭ ટકા બેઠકો અનામત રહેશે. જણાવી દઈએ કે દેશના સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સૈનિક સ્કૂલ સોસાયટી દેશમાં ૩૩ સૈનિક સ્કૂલોનું સંચાલન કરે છે. અજય કુમારે કહ્યું હતું કે ૧૩ ઑક્ટોબરે તમામ સ્કૂલોના આચાર્યોને આ નિર્ણયનો અમલ કરવા માટે સૂચના આપતો પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે.
*
*હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો ઓનલાઈન શુભારંભ*
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
*
*લવ જેહાદ સામે કાયદો ઘડવા વિચારણા*
નિકિતા હત્યાકાંડ બાદ હવે હરિયાણા સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડવા જઈ રહી છે. ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું છે કે લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્યમાં લવ જેહાદ સામે કાયદો બનાવવાની જાહેરાત કરી હતી.
*
*જ્યોતિરાદિત્ય સિંધિયાનો પલટવાર જનતા મારી માલિક છે અને હું માલિકનો વફાદાર છું*
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથ જવાબ આપતા ખુદને કુત્તો ગણાવ્યો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ અશોક નગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે કમલનાથે મને કુતરો કહ્યો. જેનો જવાબ આપતાં સિધિયાએ કહ્યું, ‘હા કમલનાથજી સાંભળી લો હું કુતરો છું, કેમ કે મારી માલિક મારી જનતા છે જેની હું સેવા કરું છું.
*
*યુપીમાં ડબલ-ડબલ યુવરાજનું થયુ્ં તે બિહારમાં પણ થશે*
છપરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહારના છપરા જિલ્લા પહોંચી ગયા ચે અને અહીં ભોજપુરીમાં જનસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ ભોજપુરીમાં મહાગઠબંધન પર જોરદાર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે, અહીં ડબલ- ડબલ યુવરાજ છે, જે બંને હાથ હલાવી રહ્યા છે. કહ્યું કે બિહાર આવી એક યુવરાજે જંગલરાજના યુવરાજ સાથે હાથ મિલાવી લીધા છે. આ ડબલ યુવરાજ બિહારની જનતા વિશે ના વિચારી શકે. તેમણે કહ્યું કે યુપીમાં પણ જનતાએ ડબલ યુવરાજને ઓળખી લીધા હતા, તેઓ યુપીમાં ફેલ થયા અને હવે બિહારમાં પણ ફેલ થશે.
*
*સુરત: જીએસટીની રેડમાં ભાગદોડ*
વેસુ રોડ પર નવી બિલ્ડિંગ સાઇટ પર શનિવારે સાંજે જીએસટી ની રેડ પડતા નાસભાગ થઈ હતી બાદમા સાઇટ એન્જિનિયર રહસ્યમય સંજોગોમાં ઉપરથી નીચે પટકાતા મોતને ભેટયા ચકચાર મચી જવા પામી હતી.
*
*સુરત: કચરામાંથી મ્યુનિ. આવક ઉભી થશે*
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાંથી ભેગા થતાં કચરાના નિકાલની કામગીરીમાં પ્લાસ્ટીક અને નોન પ્લાસ્ટીક વેસ્ટના નિકાલ સાથે મ્યુનિ.તંત્રને રોયલ્ટી પણ મળી રહે તેવું આયોજન મ્યુનિ.તંત્ર કરી રહી છે. મ્યુનિ. તંત્રએ આઠ ટ્રાન્સફર સ્ટેશનથી વિવિધ કચરાનો નિકાલ ખાનગી એજન્સીને આપવામાં આવશે.
*
*દેશમાં 12 નવેમ્બરે ધનતેરસ,14મીએ દિવાળી ઊજવાશે*
નવી દિલ્હી: નવેમ્બરના પહેલા જ સપ્તાહમાં ખરીદારી માટે લગભગ દરરોજ શુભ મુહૂર્ત, બીજા સપ્તાહમાં દિવાળી સહિત 4 દિવસ ખરીદારી કરી શકાશે નવેમ્બરના બીજા દિવસથી જ ખરીદારીના શુભ મુહૂર્ત શરૂ થઇ રહ્યા છે. તેથી દિવાળી સુધી ઘરેણા વાહન અને ઇલેક્ટ્રોનિક્સ સામાન સહિત ઘરની બધી જરૂરી વસ્તુઓની ખરીદારી કરી શકાય છે.
*
*વૈષ્ણોદેવી મંદિરે રોજના ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ*
નવી દિલ્હી: જમ્મુ: માતા વૈષ્ણોદેવી મંદિરે નવેમ્બરથી પ્રતિદિને ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે, એમ જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે કહ્યું હતું. કોરોના મહામારીને કારણે અગાઉ એક દિવસના ફક્ત ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.
*
*લગ્ન કરવા માટે કરેલું ધર્મ પરિવર્તન અમાન્ય : હાઇકોર્ટ*
નવી દિલ્હી: અલાહાબાદ: આંતરધર્મીય દંપતિએ પોલીસ પ્રોટેક્શન માટે કરેલી અરજી ફગાવતાં અલાહાબાદ હાઇ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ફક્ત લગ્ન કરવાના હેતુએ કરવામાં આવેલા ધર્મપરિવર્તનને અમાન્ય ગણવામાં આવશે.હાઇ કોર્ટે નોંધ્યું હતું
*
*પેટાચૂંટણીમાં મતદાર હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને ઇવીએમનું બટન દબાવશે*
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર આગામી ૩જી નવેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે કોવિડની મહામારીએ ઘણીબધી પ્રચલિત કાર્યપદ્ધતિઓને ધરમૂળથી બદલી નાખવામાં આવી છે.
અત્યાર સુધીમાં મતદાન મથકે મતદાન કર્યાની નિશાની રૂપે મતદારની આંગળીએ ટપકું કરવા શાહીની બોટલ અપાતી હતી,
*
*પરંપરાગત તહેવારોની મીઠાઈનું સ્થાન ચોકલેટે આંચકી લીધું*
અમદાવાદ: ભુજ પરંપરાગત તહેવારો સાથે ચોક્કસ મીઠાઈ ખાવાનો રીવાજ સદીઓાથી ચાલતો આવ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં વિવિાધ પર્વોની સાથે જોડાયેલી મીઠાઈઓનું સૃથાન ચોકલેટ લઈ રહી છે. અગાઉ મહાપર્વના તહેવારો શરૃ થતા અગીયારસાથી છેક ભાઈબીજ સુાધી પરંપરાગત મીઠાઈઓ પરીસાતી, તો નવા વર્ષે શુભેચ્છાની આપ-લે કરવા જતાં એક બીજાના ઘરે પણ પર્વ સાથે જોડાયેલી મીઠાઈ અચુક મુકવામાં આવતી હતી. તેના બદલે હવે વિવિાધ ફલેવરમાં હેન્ડમેડ ચોકલેટ મુકવામાં આવી રહી છે.
*
*વધુ એક ફટકો હવે કઠોળ અને દાળના ભાવમાં વધારો*
નવી દિલ્હી: એક તરફ અન્ય શાકભાજી સાથે બટેટા-ડુંગળીના ભાવમાં ભારે ભાવ વાધારો થયો છે તો હવે બીજી તરફ કઠોળના ભાવમાં પણ વાધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગને થાળીમાં શું પીરસવું એ ગૃહિણીઓ માટે યક્ષ પ્રશ્ન થઈ ગયો છે. મહિલા વર્ગનું બજેટ મોંઘવારીમાં ખોરવાયું છે
*
*૧૨મી નવેમ્બરથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ*
અમદાવાદ: કચ્છમાં કોરોના મહામારીના કેસ એક તરફ કુદકેને ભુસકે વાધી રહ્યા છે ત્યારે સંક્રમણ રોકવાના બદલે વાધે તેવો રાજ્યસરકારે નિર્ણય લીધો છે. સફેદરણમાં સરકારની માનીતી એજન્સીને રણોત્સવ યોજવા આખરે મંજુરી આપીને રાજ્ય સરકારે કચ્છના લોકોના જીવ વધુ જોખમમાં મુકી દીધા છે
*
*460 ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદાઇ*
અમદાવાદ: મહેસાણા ઉત્તર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો તંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ બે દિવસ સુથી મોટાભાગના ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોની સખ્યા સાવ પાંખી જોવા મળી હતી. જોકે ગુરૃવાર અને શુક્રવારે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ખેડૂતોએ રસ દાખવ્યો હતો. જેમાં આજ સુધી ઉ.ગુ.ના પાંચ જિલ્લામાં ૪૬૦ જેટલા ખેડૂતોએ મગફળી ખરીદ કેન્દ્રોમાં મગફળી કેન્દ્રોમાં મગફળી ભરાવી છે
*
*ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી સાથે વૈશ્ર્વિક સોનામાં પીછે હઠ*
નવી દિલ્હી: દેશભરમાં ગત સપ્તાહે ઉજવાયેલા દશેરાના તહેવારોમાં જ્વેલરોની દુકાનોમાં એકંદરે સારી ચહેલપહેલ જોવા મળી હોવાથી આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં સારી માગ રહેવાનો આશાવાદ જ્વેલરોમાં જાગ્યો છે. વીતેલા સપ્તાહ દરમિયાન જ્વેલરોની સ્ટોક માટેની ખરીદી જોવા મળી હતી
*