કોરોના  સંક્રમણ વધતા સાવચેતીના ભાગ રૂપ દેવમોગરા માતાજીનું મંદિર આજ થી સંપૂર્ણ બંધ રાખવા માટે લેવાયો નિર્ણય.

કોરોના સંક્રમણ વધતા સાવચેતીના ભાગ રૂપ દેવમોગરા માતાજીનું મંદિર આજ થી સંપૂર્ણ બંધ રાખવા માટે લેવાયો નિર્ણય.

રાજપીપળા,તા.12

કોરોના વાયરસની મહામારીમાં સંકમણનુ પ્રમાણમાં વધારો થતાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાજી નું મંદિર બંદ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ને તા. 12 એપ્રિલ થી તા.30 એપ્રિલ 21 સુધી મંદિર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાગબારા તાલુકાના દેવમોગરા માતાજીનું મંદિરને હાલ કોરોના વાયરસ મહામારીમાં સંકમણનુ પ્રમાણમાં વધારો થતાં આદિવાસીઓની કુળદેવી દેવ મોગરા માતાજી મંદિર આજ થી સંપૂર્ણ બંધ રહેશે.30 એપ્રિલ બાદ સમયની સમીક્ષા કરી મંદિર પુનઃ ચાલું કરવાનો નિર્ણય લેવામાં આવશે. દેવ મોગરા માતાજી મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દ્વારામોગરા માતાજીના મંદિર બંધનો નિર્ણય લેવાયો છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા