નર્મદા જિલ્લાના વિવિધ ૭ જેટલાં કેન્દ્રો ખાતે ૩૦૦ જેટલાં લોકોએ કો-વેક્સીનની રસીનો લીધો લાભ
કોવિડ-૧૯ ની રસીને કારણે જ આપણે સહું કોવિડ-૧૯ સામે વિજય મેળવી રહ્યાં છીએ
નોવેલ કોરોના સામે રક્ષણ મેળવવાં કોરોનાની વેક્સીન લેવી ખૂબ જ જરૂરી છે
રાજપીપલા,તા 23
વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક અમોધ શસ્ત્ર છે. જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રાજપીપલાના અર્બન હેલ્થ સેન્ટર તેમજ જિલ્લાના લાછરસ, વજેરીયા, જેતપુર, સોલીયા, સેજપુર અને કોલવાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૪૫ થી વધુની વયના તમામ લોકોને કો-વેક્સીનની રસી આપવાની કામગીરી ચાલી રહી છે. ૩૦૦ જેટલાં લોકોએ કોરોના વેક્સીનેશનો લાભ લીધો હતો.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યું હતું કે, હાલમાં ૪૫ થી વધુની વયના તમામ લોકોને જિલ્લાના જુદા જુદા ૭ જેટલાં કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ ની કો-વેક્સીનની રસી આપવાની કામગીરી ચાલી રહી છે. સરકારની સુચના અન્વયે કોવિડ-૧૯ વેક્સીનેશનના બીજા ડોઝને પ્રાયોરિટી આપવામાં આવી છે.
ડૉ. ગામીતે વધુમાં ઉમેર્યું હતું કે, ૪૫ થી વધુની વયના જે લોકોએ કો-વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે તેવા લોકોએ પણ નિયત કરાયેલ સમયમાં બીજો ડોઝ લેવો ખુજ જ હિતાવહ છે. કોવિડ-૧૯ ની રસીને કારણે જ આપણે સહું કોવિડ-૧૯ સામે વિજય મેળવી રહ્યાં છીએ અને વેક્સીન થકી જ મૃત્યુનું પ્રમાણ પણ ઘટાડી શક્યા છીએ. કોરનાથી સંક્રમિત થયા હોઇ તો પણ ઝડપથી સાજા થઇ શકીએ છીએ તેથી ગભરાયા વગર વેક્સીન લેવી ખૂબજ હિતાવહ છે. વેક્સીનથી સુરક્ષિત રહી શકીએ છીએ તેમજ ૪૫ થી વધુની તમામ વ્યક્તિઓને વેક્સીન લેવા શ્રી ડૉ.વિપુલ ગામિત તરફથી જિલ્લાના પ્રજાજનોને અપીલ કરાઇ છે.
લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ ની રસીનો બીજો ડોઝ લેતાં અશ્વિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના સામે રક્ષણ મેળવવાં કોરોનાની વેક્સીન લેવી ખૂબ જ જરૂરી છે. કોરોનાની રસી લેવાથી કોઇપણ પ્રકારની તકલીફ થતી નથી
લાછરસ ગામના રહીશ શ્રીમતી શીતાબેન તડવીએ કહ્યું કે, કોવિડ-૧૯ વેક્સીનનો આજે મે બીજો ડોઝ લીધો છે મને કોઇપણ પ્રકારની તકલીફ નથી તેમજ કોવિડની રસીથી આડઅસર પણ થઇ નથી. કોરોનાની વેક્સીન ૪૫ થી વધુની વયના તમામ લોકોએ લેવી જોઇએ.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા