ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
સેલંબા ગોટપાડા ગામે હનુમાનજી મંદિરમાં
સામુહિક હનુમાન ચાલીશાના પાઠનુંઆયોજન
રાજપીપલા, તા23
ભરૂચના સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝીટીવ થયા બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ મા સારવાર માટે દાખલ કરતા ભાજપા કાર્યકરો, આગેવાનો અને તેમના સમર્થકોનો મોટો વર્ગ તેઓ જલ્દી સારા થઈ જાય એવી પ્રાર્થનાઅને શુભેચ્છા પાઠવી રહ્યા છે.જેમાં નર્મદાના સેલંબા ગોટપાડા ગામે હનુમાનજી મંદિરમાં મનસુખભાઇ વસાવા જલ્દીથી સારા થાય અને પ્રજાના પ્રશ્નનોને વાચા આપે એમાટે સામુહિક હનુમાન ચાલીશાના પાઠનું આયોજન કરવામા આવ્યું હતું.મંદિર મા સોસીયલ ડિસ્ટન્સ રાખી શુભેચ્છકોએ સમૂહ મા હનુમાન ચાલીશાના પાઠકરી મનસુખભાઇ જલ્દી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરી હતી
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા