ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા તાળા

પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાં દલિતોનો બહિષ્કાર કરાતા ભયભીત થયેલા દલિતો ઘરને તાળા મારી સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા છે. તો કેટલાકે પ્રાંતિજ પોલીસ મથકે ધામા નાખ્યા છે. ઝાલાની મુવાડી ગામે અન્ય સમાજના લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો છે. બે દિવસ પહેલા ગામના દલિત સમાજની દીકરીના લગ્નમાં ડીજે મંગાવાયુ હતું. જો કે ગામના અન્ય સમાજના લોકોએ ડીજે નીકળવા નહોતું દીધુજો કે આમ છતા દલિત પરિવારે ડીજે કાઢતા ગામના અન્ય સમાજના લોકોએ દલિત પરિવારનો બહિષ્કાર કર્યો છે. તો આક્ષેપ એવો પણ છે કે બે દિવસથી ગામના ૧૫ જેટલા દલિત પરિવારોને ગામની દુકાનમાંથી કરિયાણું આપવાનું બંધ કરી દેવાયું છે. તો સામે ગામની પાણીની ટાંકી ખાલી કરી દેતા હાલમાં દલિત વિસ્તારમાં પાણી આવતું બંધ થઇ ગયું છે.