અમેરિકન એરફોર્સનું ગ્લોબ માસ્ટર વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું ટ્રમ્પની સુરક્ષા કાર આવી

અમદાવાદ: અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને અમેરિકાની એજન્સીઓ અને તેમની સિક્યુરિટીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ પર અમેરિકન એરફોર્સનું ગ્લોબ માસ્ટર વિમાન આવી પહોંચ્યું છે. આ વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો છે. ટ્રમ્પના કાફલામાં ગાડીઓ અને અન્ય સિક્યુરિટી જેવા કે સ્નાઇપર અને ફાયર સેફટી સિસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની વસ્તુઓ વિમાનમાં લાવવામાં આવી હોવાની શક્યતાઓ છે.