વસતિ ગણતરીમાં પ્રથમ મહાનુભવના નામનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે

એક એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરને અપડેટ કરવાનું કાર્ય શરૂ થઇ રહ્યું છે. નવી દિલ્હી નગર નિગમ ક્ષેત્રના પહેલા દેશવાસી તરીકે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નામનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ યાદીમાં સામેલ કરાશે. એનપીઆરની પ્રક્રિયા રાષ્ટ્રપતિના રજીસ્ટ્રેશનથી શરૂ થવાનો નિયમ છે. ત્યારે રજીસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર કાર્યાલય દ્વારા આ પ્રક્રિયાનો વધુને વધુ પ્રસાર કરવાનો ઇરાદો છે.જેથી આરજીઆઇના અધિકારીઓ તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આવાસે જઇને તેમના નામના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરશે. ત્રણેય મહાનુભાવોના આવાસ એનડીએમસી ક્ષેત્રમાં જ આવે છે. તે જ કારણે ભારતના આરજીઆઇ કાર્યાલયે તેમને સુવિધાજનક સમયની માંગણી માટે પત્ર મોકલ્યો છે.