પ્રેમસંબંધ હોય તથા છોકરીની ઉંમર નાની હોય હમણાં લગ્ન કરવાની આપવાની ના પાડતા જેવી દવા પી જઈ આત્મહત્યા કરી.

તિલકવાડા તાલુકાના નાનાવોરા ગામે 24 વર્ષના યુવાનની આત્મહત્યા.
પ્રેમસંબંધ હોય તથા છોકરીની ઉંમર નાની હોય હમણાં લગ્ન કરવાની આપવાની ના પાડતા જેવી દવા પી જઈ આત્મહત્યા કરી.
રાજપીપળા,તા.3
તિલકવાડા તાલુકાના નાનાવોરા ગામે 24 વર્ષના યુવાનની આત્મહત્યા કરી છે. આ યુવાન પ્રેમસંબંધ હોય તથા છોકરીની ઉંમર નાની હોય હમણાં લગ્ન કરવાની આપવાની ના પાડતા જેવી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગત મુજબ આ કામે જાહેરાત આપનાર કંચનભાઈ શનાભાઇ તડવી (રહે, નાનાવોરા ) મરણજનાર વિષ્ણુભાઈ કંચનભાઈ તડવી (ઉં વ. 24 નાનાવોરા)ને પોતાના ગામની યુવતી સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હોય અને બન્ને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હોય યુવતીની ઉંમર અઢાર વર્ષથી નાની હોય જેથી તેના પિતાએ લગ્ન કરી આપવાની ના પાડતા વિષ્ણુભાઈને મનમાં લાગી આવતાં ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી તેનું સારવાર દરમિયાન મોત થતાં તિલકવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા