*ગાંધીનગરના પોતાના મતવિસ્તારના આંગણવાડી કેન્દ્રોના બાળકોને ગેમિંગ ઝોનમાં લઈ જતા કેન્દ્રીય ગૃહમંત્રી*

*ગાંધીનગરના પોતાના મતવિસ્તારના આંગણવાડી કેન્દ્રોના બાળકોને ગેમિંગ ઝોનમાં લઈ જતા કેન્દ્રીય ગૃહમંત્રી*

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના આંગણવાડી કેન્દ્રોના બાળકોને અમદાવાદ એસજી હાઇવે ખાતે આવેલ ગેમિંગ ઝોનમાં લઇ ગયા હતા. અમિત શાહે ‘એક્સ’ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે મારા લોકસભા મત વિસ્તારના આંગણવાડી કેન્દ્રોના બાળકોને ગેમિંગ ઝોનમાં લઈ ગયા. બાળકોને તેમની મનપસંદ રમતો રમવાની મજા આવતી હતી”.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, “એક સાંસદ તરીકે મારો પ્રયાસ છે કે મારા લોકસભા મતવિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોના બાળકોને તમામ શક્ય સુવિધાઓ અને સુખ મળે જે સમૃદ્ધ પરિવારોના બાળકોને મળે છે.

આ માટે તેમને સારું શિક્ષણ, પોષણયુક્ત આહાર તેમજ તેમની વચ્ચે રમકડા વિતરણની સાથે તેમને ગેમિંગ ઝોનમાં લઈ જઈને મનોરંજન માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાળકોની આ ખુશી અને ઉત્સાહ જોઈને હું ખૂબ જ અભિભૂત થઈ ગયો છું.