ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા.

*વડોદરા*


ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા.

વડોદરામાં રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ લાગી જતા 3 ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નહોતી. મુસીબતોનું હબ બનેલા ગુજરાતના માથે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુ ટ્રેનમાં મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુના 3 ખાલી ડબ્બામાં ભીષણ આગ લાગતા હડકંપ મચી જવા પામ્યો હતો. જોતજોતામાં આગે ત્રણેય ડબ્બાઓને આગે પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.

આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા રેલવે સ્ટાફ-ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ જ્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવવામાં આવે ત્યાં સુધીમાં 3 બોગીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ કેબલ ટ્રિપ થતાં આગ લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં હજી જાનહાનીનાં કોઇ સમાચાર મળ્યાં નથી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકવામાં આવી હતી, અને આગની ઘટના વખતે તે યાર્ડમાં બંધ હાલતમાં હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયરબ્રિગેડને કરાતા કાફલો પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં મેમુ ટ્રેન યાર્ડમાં બંધ હતી, જેના કારણે મોટી ખુવારી રોકાઈ હતી. કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી.

વડોદરા રેલવે ડીઆરએમ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. GRP, RPF પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.

https://youtu.be/gDkN3ouRsVg