16 રૂટમાં અમદાવાદમાંથી સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, સાબરમતી થી પાલીતાણા સુધીની યોજના.
ઓક્ટોબર સુધી ગુજરાતી પ્રવાસીઓ માટે સાબરમતી થી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.
રાજપીપળા, તા.26
ગુજરાતમાં હવે ગુજરાતીઓનું સી પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ શકશે. આગામી ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં સામાન્ય માણસ પણ પ્લેનમાં મુસાફરી કરી શકશે. સિપ્લાનને લઈને 16 રૂટમાં અમદાવાદમાં સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતી થી પાલીતાણા સુધી ની સી પ્લેન ચલાવવાની યોજના શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા એ ચર્ચા બેઠક દરમિયાન આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સી પ્લેનનો ટૂરિઝમ માટે દુનિયામાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તેવી જ રીતે ભારતમાં પણ તેનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે હેતુસર પીએમ મોદીના નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત 16 રૂટ પર સિપ્લાન યોજના શરૂ કરવામાં આવશે. તેમાં જેમાં ગુજરાત માં બે રૂટ પર સિપ્લાન યોજના શરૂ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાબરમતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતી થી પાલીતાણા શેત્રુંજય ડેમ સુધી સિપ્લાન યોજના શરૂ કરવામાં આવશે. ઓક્ટોબર સુધી ગુજરાતમાં પ્રવાસીઓ માટે સાબરમતી થી સિપ્લાન યોજના શરૂ કરવામાં આવશે. સાબરમતી અને સરદાર સરોવર નર્મદા રોડ પર થી સી પ્લેન યોજના ચાલુ કરવાથી પર્યટન વધારવામાં મદદ કરશે એ નોંધનીય છે, કે સમુદ્રી વીમાન ને સીપ્લેન કહેવામાં આવે છે. જે પાણીની સપાટી પર ઉતરાણ કરવામાં સક્ષમ હોય છે. કેટલાક સમુદ્રી વિમાનો પણ આ રીતે ઉડાન ભરી શકે છે. અને જમીન અને પાણી એમ બંને ની સપાટી પર ઉતરાણ કરી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 200 કિ.મી.ની યોજના તો સાબરમતી થી પાલીતાણા 250 કિમી ની યોજના રહેશે. હાઈડ્રોગ્રાફિકકલર સર્વેનું કામ પૂર્ણ થયું છે. આવનારા 10 થી 15 દિવસમાં જેટટી બાંધવાનું કામ શરુ કરવામાં આવશે. એવિયેશન મંત્રાલય સાથે મળીને ત્રણેય જગ્યાએ હંગામી ટર્મિનલ પણ ઊભો કરવામાં આવશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા