રૂપાણી સરકાર સાથે આવ ભાણા આવ જેવું થયું હવે પુરૂષોએ આંદોલન શરૂ કર્યું

ગાંધીનગરમાં ચાલતા મહિલાઓના બે આંદોલનો બાદ એલઆરડી ભરતી મામલે પુરુષ વર્ગે પણ આંદોલન શરૂ કર્યુ છે. એલઆરડી ભરતીમાં મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે સરકારે 2,150 બેઠક વધારીને 5,227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા અપનાવી. ત્યારે હવે અનામત વર્ગમાં પુરુષોએ પણ સીટો વધારવાની પણ સત્યાગ્રહ છાવણીમાં માંગ ઉઠી છે. અને આંદોલન શરૂ કર્યુ છે. એલઆરડી અનામતને લઈને પુરુષ વર્ગની સીટો વધારવાની ઉઠેલી માંગ પર પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતુ કે રાજ્ય સરકારે ઉદાર મને નિર્ણય મહિલાઓના સંદર્ભમાં લીધો છે. હાલ બીજો કોઈ સુધારો કરવાના મતમાં નથી.