ગાંધીનગર ખાતે ચાલતા અનામત વર્ગનાં આંદોલનમાં પડ્યા બે ફાંટા

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ચાલતા અનામત વર્ગનાં આંદોલનમાં બે ફાંટા પડ્યા છે. આજે અનામત વર્ગના આંદોલકારીઓએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી. બાદમાં મહિલા આગેવાનો આંદોલન સમાપ્ત કરવા તૈયાર થઈ હતી. જ્યારે ઉપવાસ પર બેસેલા આંદોલનના અન્ય આગેવાનો પરિપત્ર રદ કરવાની માંગ પર અડગ રહ્યા છે