ભર ઉનાળામાં સુકાતા પાકને બચાવવા ખેડૂતોની માંગ વધતા કરજણ જળાશય યોજનાની કાંઠાનીડાબા જમણા કેનાલમાં કૂલ 439 ક્યુસેક પાણી છોડાયું
કરજણ ડેમ ભર ઉનાળે અડધો ખાલી થઈ ગયો ! ડેમમા 51.54 %પાણીનો જથ્થો બચ્યો છે.
કોરોનામા પાકને બચાવવા ખેડૂતો માં પાણીની અને વીજળીની માંગ વધી.
વીજ સંકટ સામે કરજણ ડેમના સ્મોલ હાઈડ્રો પાવરમાં દૈનિક 72 હજાર યુનિટ પ્રતિદિન વીજ ઉત્પાદન થી કરજણ ડેમ સંકટમોચન બન્યો
રાજપીપળા, તા. 16
નર્મદા જિલ્લામાં ગરમીનો પારો ક્રમશઃ વધી રહ્યો છે કોરોના ના કહેરમાં 41 ડિગ્રી કાળઝાળ ગરમી હાલતો વિલન બની છે ત્યારે ખાસ કરીને ખેડૂતો એક તરફ પોતાના પાકને બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખેતરોમાં ઉભો મહામૂલો પાક ગરમીમાં પાણીના અભાવે સૂકાવા માંડતા પાણી છોડવાની માગ વધી છે તેથી ઉનાળુ પાકને બચાવવા કરજણ ડેમ સત્તાવાળાઓએ કરજણ જળાશય યોજનાની જમણાકાંઠાની કેનાલ અને હાઈડ્રોપાવર માં કુલ 439 ક્યુસેક પાણી છોડાયું છે. કરજણ ડેમના ઈ.ચા. નાયબ કાર્યપાલક ઇજનેર પ્રતીક સહાણેના જણાવ્યા અનુસાર કરજણ જળાશય યોજનાની ડાબા કાંઠાની કેનાલમાં 429ક્યુસેક અને જમણા કાંઠામા કુલ 10 ક્યુસેક મળી કુલ 439 ક્યુસેક પાણી છોડાયું છે. કરજણ ડેમની સપાટી હાલ 104.39મીટર છે, કરજણ ડેમ નો લાઇવ સ્ટોરેજ જથ્થો 254.76 મિલિયન ઘન મીટર છે. જ્યારે ગ્રોસ સ્ટોરેજ 278.77 મિલિયન ઘન મીટર છે.
ઉનાળાની વધતી ગરમી અને વપરાશ ઉપરાંત બાષ્પીભવનની પ્રક્રિયા અને અંતે કરજણ ડેમ ભર ઉનાળે સુકાતો જતો હોવાથી ડેમ અડધોઅડધ ખાલી થઈ ગયા છે.કરજણ ડેમમાં હાલ 51.74% પાણીનો જથ્થો બચ્યો છે.
બીજી તરફ હાલ કોરોના માં લોક ડાઉનલોડ હોવાથી ઘરોમાં લોકો ટીવી, પંખા, કુલર અને એસીનો વધુ ઉપયોગ કરતા હોવાથી વીજ વપરાશમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વીજળીની માંગ વધતી જતી હોય. હાલ કરજણ ડેમનો સ્મોલ હાઈડ્રોપાવર કોરોનાં આવી સંકટમાં સંકટમોચન પુરવાર થયો છે. નાયબ કાર્યપાલક ઈજનેર ના જણાવ્યા અનુસાર હાલ કરજણ ડેમના કુલ ત્રણ મેગાવોટના બે વીજ યુનિટ ચાલુ છે તેમાં 439 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને 72 હજાર વીજ યુનિટ રોજ નું ઉત્પાદન થઈ રહ્યું છે અને આ વીજળી ગેટ કોને વેચી આવક પણ મેળવી રહ્યું છે.
આમ ભર ઉનાળામાં કોરોના સંકટમાં કરજણ ડેમ વીજળી, પીવાના પાણીની અને સિંચાઈની માં ઉપયોગી થતા કરજણ ડેમ સાચા અર્થમાં ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન પુરવાર થયો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા