નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી મોટો જુગાર ઝડપાયો

કોરોના લોકડાઉનમા બહાર ન નીકળી શકતા ર્મદાના ગ્રામજનો જુગારને રવાડે ચડ્યા!

નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી મોટો જુગાર ઝડપાયો

રોકડ રકમ ૧૦૮૧૦/-
તથા
ત્રણ મો.સા,
પાંચ મોબાઇલ ફોન
મળી કુલ રૂ.૧,૦૭,૩૧૦/-નો મુદ્દામાલ કબ્જે લેતી પોલીસ

6 જુગારીઓની ધરપકડ,સાત ફરાર

રાજપીપલા, તા 16

કોરોના લોકડાઉનમા બહાર ન નીકળી શકતા ગ્રામજનો જુગારને રવાડે ચડ્યા છે. ગઈ કાલે રાજપીપલા પોલીસે લાછરસ ગામે જુગારની મોટી રેડ કરતા રોકડ રકમ ૧૦૮૧૦/-
તથા ત્રણ મો.સા,
પાંચ મોબાઇલ ફોન
મળી કુલ રૂ.૧,૦૭,૩૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી રાજપીપલા પોલીસે
6 જુગારીઓની ધરપકડકરી છે. જેમાં સાત ફરારથઈ ગયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર
ઈન્ચા. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણની સુચના મુજબ રાજપીપલા
પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે લાછરસ ગામની સીમમાં અશોકભાઇ ચંપકભાઇ પટેલ ના ખેતરમાં
લીમડાના ઝાડ નીચે હાર જીતનો પત્તા પાનાનો જુગાર રમી રહેલ છે.એવી બાતમીને આધારે ઇન્યા.પોલીસ ઇન્સ્પેક્ટર
એમ.બી.ચૌહાણ તથા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી
જગ્યા ઉપર કોર્ડન કરતા છ ઇસમો(૧)રોશનભાઇ પ્રવિણભાઇ પટેલ રહે.થરી તા.નાંદોદ (૨) મિતેષભાઇ
મહેન્દ્રભાઇ દેસાઇ રહેલાછરસ તા.નાંદોદ (3) અમિતકુમાર હર્ષદભાઇ દેસાઇ રહે.લાછરસ તા.નાંદોદ
(૪) વિક્રમભાઇ નરપતભાઇ તડવી રહે.ટંકારી તા.નાંદોદ (૫) જયેશભાઇ ભાઇલાલભાઇ તડવી
રહે.ગુવાર તા.નાંદોદ (6)નરેન્દ્રકુમાર એલસીંગભાઇ તડવી રહે.માંગરોલ તા.નાંદોદ સ્થળ
ઉપર પક્ડાઇ ગયાહતા.તથા વોન્ટેડ આરોપી (૧)લક્ષમણભાઇ મેલાભાઇ તડવી તથા (૨)રમેશભાઇ શનાભાઇ તડવી તથા
(૩)મહેશભાઇ રેવાદાસ તડવી (ત્રણેય રહે. રહેમાંગરોલ તા.નાંદોદ)તથા (૪)પરેશભાઇ અરવિંદભાઇ
વસાવા (રહે.લાછરસ તા.નાંદોદ ) તથા (૫)ચેતનભાઇ ઠાકોરભાઇ પાટણવાડીયા (રહે.લાછરસ તા.નાદોદ) તથા (૩)બુધ્ધીસાગર પાટણવાડીયા (રહે.લાછરસ તા.નાંદોદ )
તથા (૭)અશોકભાઇ ચંપકભાઇ પટેલ રહે.લાછરસ તા.નાંદોદ ઓ નાશી ગયેલ તેમજ પકડાયેલ
ઇસમોની અંગ ઝડતી તથા દાવ ઉપરના કુલ કિમત.૧૦૮૧૦/-
રોકડ રકમતથા
મો.સા.નંગ-૦૩ કિ.રૂ.૮૦,૦૦૦/-તથા
મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૧૬,૫૦૦/-
મળી કુલ રૂ.૧.૦૭.૩૧૦/-નો મુદ્દામાલ કબ્જે લીધેલ છે.
કુલ મુદામાલ સાથેકૂલ 6 આરોપીઓ પકડાયેલ. આ આરોપીઓને રાજપીપલા પોલીસ મથકે લાવી તેમની સામે જુગાર ધારા
કલમ.૧૨ તથા ઇ.પી.કો.કલમ.૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ.પ૧(બી) મુજબ કાયદેશર કાર્યવાહીહાથ ધરી છેતેમજ ફરાર 7ઈસમોને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા