અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે જાપાનના વડાપ્રધાન શિંજો આબેના રોડ શોની જેમ ટ્રમ્પ સાથે પણ પીએમ મોદી રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલોમીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પાછા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મેગીબા સર્કલથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
આ રોડ 2.13 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. સુભાષબ્રિજથી મોટેરા સ્ટેડિયમ તરફનો રસ્તો પબ્લિકની અવરજવર વાળો છે. સ્ટેડિયમમાં એક લાખની મેદની એકઠી થશે. તમામ વાહનો સ્ટેડિયમની આસપાસના ત્રણ કિમીના એરિયામાં તૈયાર કરાયેલા પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરાવાશે અને ત્યાંથી પગપાળા સ્ટેડિયમ ખાતે લઈ જવાશે.
આ રોડ પર લોકોની ભારે ભીડ એકઠી થાય તેમ હોવાથી ટ્ર્મ્પને આ રોડથી મોટેરા સ્ટેડિયમ ખાતે લઈ જવાશે નહીં. રોડ બનાવવા ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય કામગીરી કરનારા લોકોની તપાસ માટે પોલીસની 5 ટીમો મૂકી છે.
Sureshvadher only news group
9712193266