જામનગર મહાનગરપાલિકા દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની નંદનવન પાર્ક ખાતે ધ્વજવંદન સાથે ઉજવણી કરાઈ

 

જીએનએ જામનગર: જામનગર મહાનગર પાલિકા દ્વારા 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નંદનવન પાર્ક ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર કમિશનર સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિ ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, જાહેર સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની નંદનવન પાર્ક ખાતેG J-5 ફેશન શો રૂમ પાસે 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શહેર મેયર શ્રી બીનાબેન કોઠારી એ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ તકે મેયર શ્રી બીનાબેન કોઠારી એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે આપણે 74 મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે દેશના બંધારણના ઘડવૈયાઓને યાદ કર્યા હતા તેમજ જણાવ્યું હતું કે વિશ્વનું સર્વ શ્રેષ્ઠ લેખિત બંધારણ ભારતનું બંધારણ છે આ સાથે જ ગુજરાત સરકાર અને જામનગરના વિકાસની વાત કરતા વર્ણવ્યું હતું કે જામનગર એ આજે દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે તેમ જ આગામી સમયમાં સ્માર્ટ સિટી ઇન્ડેક્સ માટે પણ જામનગર પ્રયત્નશીલ છે હાલ જામનગર તમામ દિશાઓમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ઓવરબ્રિજ , દરેક વોર્ડમાં સ્ટ્રોંમ વોટર સિસ્ટમ સહિત ના વિકાસ કાર્યો જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તેમજ અહીં આપણે અંગદાન કરનાર પરિવારોનું પણ સન્માન કરવાના છીએ એક સર્વે મુજબ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અંગદાન કરવામાં મોખરે છે આગામી સમયમાં શહેરનો વિકાસ વધુને વધુ ચારે દિશાઓમાં ફેલાય તે માટે જામનગર મહાનગરપાલિકા ના પદાધિકારીઓ અને અધિકારીઓ હંમેશા પ્રયત્નશીલ રહેશે .

 

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી જુદી શાળાઓના બાળકોએ દેશભક્તિ ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો ઝાંસીની રાણીની વીર ગાથા ,શહીદ ગીત, દેશ રંગીલા સહિતના ગીતો એ ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા, ત્યારબાદ જાહેર સન્માન કાર્યક્રમ યોજાયો હતા જેમાં જામનગરમાં ગત વર્ષે અવસાન પામનાર અંગદાન કરનાર પાંચ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા , અને જામનગરના 8 પ્રતિભાશાળી શિક્ષકો નું પણ સન્માન કરાયું હતું, જામનગર મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓ જેમકે ફાયર શાખા લાઈટ શાખા હાઉસ ટેક્સ શાખા , ટીપી ડીપી શાખા, જન સંપર્ક(PRO) શાખા, યુ સી ડી શાખા, એસ્ટર શાખા, સોલિડ વેસ્ટ શાખાના મોટર વાહન અધિકારી ઝોનલ ઓફિસર સફાઈ કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મેયર શ્રી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ધારાસભ્યશ્રી રિવાબા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી સાહેબ ,નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબ, આશી કમિશનર કોમલબેન પટેલ વોર્ડ નંબર 15 અને 16 ના તમામ કોર્પોરેટરો સહિતના મનપાના પદાધિકારીઓ અધિકારીઓ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.