બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
રાજપીપળા એસટી ડેપોમાં કોરોના અને લોકડાઉંનની ગંભીર અસર
મુસાફરોની સંખ્યા મા અને આવકમાં ધરખમ ઘટાડો..
રાજપીપલા એસટી ડેપોના 52પૈકી 32 શીડયુલ બંધ કરાયા. માત્ર 20શિડ્યુલ પર દોડતી બસો
માસિક સાડા ચાર લાખની આવક સામે માંડ બે લાખની આવક
આવકમાં અઢી laખનો ઘટાડો
રાજપીપલા, તા 20
એક વખતનો મુસાફરોથી ધમધમતો રાજપીપલા એસટી ડેપોમા કોરોનાની મહામારી અને અને વધતી જતી ગરમી ને કારણે મુસાફરોની સંખ્યા ઘટી જવા પામી છૅ.જેને કારણે રાજપીપલા એસટી ડેપોની સંખ્યા મા ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છૅ
આ અંગે રાજપીપલા એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેકટર દિનેશ રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે
કોરોનાને કારણે મુસાફરો બસમાં પ્રવાસ કરતા ઓછા થયા છે જેને કારણે રાજપીપળા એસટી ડેપોની આવક ઉપર અસર જોવા મળીછૅ. રાજપીપલા એસટી ડેપોમાં 52 શિડ્યુલ મા બસો દોડતી હતી.પણ કોરોના ને કારણે મુસાફરોની સંખ્યા ઘટી જતાઅને આવક ઓછી થઈ જતા હવે 52પૈકી 32 રૂટ બંધ કરવામાં આવ્યા છે. હાલ માત્ર ૨૦ રૂટ પર બસો દોડી રહી છે.જેને કારણે આવકમાં પણ મોટો ઘટાડો થયો છે. તે દર મહિને રાજપીપળા એસ ટી ડેપોની આવકમાસિક સાડા ચાર થી પાંચ લાખ રૂપિયા થતી હતી. તેની સામે કો રોના કાળમાં માત્ર halqબે લાખની આવક થાય છે. રોજની એસટી ડેપોનેઅઢીથી ત્રણ લાખની ખોટ જઈ રહી છે.
બીજી તરફ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર અને સરકાર ની ગાઇડલાઇન મુજબ ડ્રાઇવર અને કંડકટર તથા સ્ટાફ કર્મચારીઓમાં પણ50%નો ઘટાડો કરી રોટેશન મા ડયુટીઆપવામાં આવે છૅ.
જે 32શિડ્યુલ બંધ કરવામાં આવી છૅ તેમાં આવક ન બતાવતી એક્સપ્રેસ તેમજ લોકલ બસો બંધ કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છૅ
જે એક્સપ્રેસ બસો બંધ કરી દેવામાં આવી છે જેમાં અંબાજી નાઈટ, રાજપીપલા કડી, રાજપીપલા
દાહોદ, રાજપીપળા મહુવા અને રાજપીપળા બારીયાઅને નાસિક એક્સપ્રેસ બસો બસો બંધ કરી દેવામાં આવી છે.
જયારે બંધ કરેલી લોકલ બસોમાં ફતેપુરા નાઈટ, શહેરાવ નાઈટ, સિસોદ્રા, નેત્રંગ, દેવ મોગરાનાઈટ, દેવી દવનાઈટ બસો બંધ કરવામાં આવી છે.
હાલ રાજપીપળા એસટી ડેપો સુમસામ ભાસી રહ્યું છે. કોરોના અને ગરમીને કારણે મુસાફરોની સંખ્યામાંખાસ્સો ઘટાડો થતા રાજપીપળા એસટી ડેપોની આવ ને મોટો ફટકો પડયો છે
તસવીર : જગતાપ, રાજપીપલા