નર્મદા જિલ્લામાં આજે વધુ કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૮ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૦૯ દરદીઓને આજે રજા અપાઇ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૭ દરદીઓ, રાજપીપલાની
કોવિડ કેર સેન્ટર ખાતે ૧૩૯, હોમ આઇસોલેશનમા ૮૨ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૪૯ દરદીઓ સહિત કુલ-૩૦૭ દરદીઓ સારવાર હેઠળ
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૭૮,૧૪૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર
સર્વેક્ષણ: ૪૪૮ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
રાજપીપલા, તા 11
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથીઆજે
પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૮ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૦૯ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૮૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૭ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૩૯ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૪૯ દરદીઓ સહિત કુલ-૩૦૭ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૪૯૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૨૬ સહિત કુલ-૧૫૧૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૮,૧૪૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૪૪૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૬૦૬૦ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૦૬૬૬ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા