સરકારની ખામીઓની ટીકા કરવાનો હક્ક હોય તો, સારી કામગીરીની ખેલદિલીથી પ્રસંશા પણ કરવી જોઈએ…
કોરોના જેવી જ ઘાતક થાય એવી કુદરતી આફત “તાઉ’ તે” નામનું વિકરાળ વાવાઝોડુ.. જે સૌરાષ્ટ્ર – ગુજરાતને ધમરોળી રહ્યું છે..
પરંતુ માન. વિજયભાઈ રૂપાણી સરકાર અને વહીવટી તંત્રએ બહુ ટૂંકાગાળામાં જબરદસ્ત અને જડબેસલાક પૂર્વ તૈયારીઓ કરી.. જેના લીધે અત્યાર સુધી તો ક્યાંયથી જાન માલ ની નુકસાનીના સમાચાર આવતા નથી..સરકારની આ સતર્કતા માટે, સલામતીની આ સૂપેર વ્યવસ્થા માટે ખરેખર પ્રસંશા પણ સાથોસાથ કરવી જ રહી તેમાં કોઈ બેમત નથી.
મીડિયા કે વાઇરલ ચેટ ના આધારે કોઈ પણ પક્ષની સરકાર હોય પણ તેના પ્રત્યે એક તરફી ટીકા અગર એક તરફી વાહવાહી થી બચવું જોઈએ..
તાઉ’તે વાવાઝોડા સંદર્ભે મધરાત્રે ગુજરાતની ચિંતા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી. રાત્રે 1 વાગે પણ સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર પર થી સતત અલગ અલગ જિલ્લા ના કલેકટર, વહીવટીતંત્ર સાથે સંકલન.
પોતાને કે નિકટના ને થયેલ અનુભવની સાચી વાત નીડરતાથી પ્રગટ કરવી જોઈએ..
એ જ સાચો નાગરિક ધર્મ..