નર્મદા જિલ્લાના મુખ્ય અધિકારીએ ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેકસનની રાજ્યકક્ષાએથી મંજુરી મળી ન હોવાથી રસીકરણ નહી થઇ શકે એમ જણાવ્યું

લ્યો કરો વાતા નર્મદા જિલ્લાના મુખ્ય અધિકારીએ ૧૮ વર્ષથ્વી ઉપરના લોકોને વેકસનની રાજ્યકક્ષાએથી મંજૂરી મળી નથી!

જિલ્લાના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તમામ મેડીકલ ઓફીસરોને લેખીત આદેશ કર્યો,

૧૮ વર્ષથી ઉપરના લોકોને વેકસની કામગીરી જિલ્લા કક્ષાએથી પૂર્વ મંજુરી વગર મેળવી શકાશે નહી.

પૂર્વ મંજૂરી વગર કામગીરી કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી મેડીકલ ઓફીસર અને તાલુકા હેલ્થ ઓફીસરની રહેશે.

આ નિર્ણય સામે ૧૮ વર્ષથી ઉપરના યુવક યુવતીઓ તથા તેમના વાલીઓમા રોષ.

રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત હોવાથી નર્મદાના નેટના ઠેકાણા નથી.

રાજપીપળા,તા-9

લ્યો કરો વાત! નર્મદા જિલ્લાના મુખ્ય અધિકારીએ ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેકસનની રાજ્યકક્ષાએથી મંજુરી મળી ન હોવાથી
રસીકરણ નહી થઇ શકે એમ જણાવ્યું છે, ઉલટ જિલ્લાના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તમામ મેડીકલ ઓફીસરોને લેખીત આદેશ કર્યો
છે કે ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેસિનની કામગીરી જિલ્લા કક્ષાએથી પૂર્વ મંજૂરી વગર મેળવી શકાશે નહીં. અને જો પૂર્વ મંજુરી
વગર કામગીરી કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી મેડીકલ ઓફીસર અને તાલુકા હેલ્થ ઓફીસરની રહેશે.
દા. જિલ્લા મુખ્ય અધિકારી એ સુપ્રીટેન્ડન્ટ, સામુહીક આરોગ્ય કેન્દ્ર, તાલુકા હેલ્થ ઓફીસર તથા તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના
મેડીકલ ઓફેસરને લેખીત પરિપત્ર કરી આદેશ કયો છે કે ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેકીસનની કામગીરી જિલ્લા કક્ષાએથી પૂર્વ
મંજૂરી વગર કરવી નહી.
પરિપત્રમાં જણાવેલ હકીકત અનુસાર હાલ નર્મદા જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોને વેક્સીન આપવાની કામગીરી કરતા
પહેલા જિલ્લા કક્ષાએથી પૂર્વ મંજુરી મળવાની રહેશે. પૂર્વ મંજૂરી વગર જો આપના તરફથી ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોને વેક્સીન
આપવાનુ સેશન ક્રીએટ કરવામાં આવશે તો તો તેની સંપૂર્ણ જવાબદારી મેડીકલ ઓફીસર અને તાલુકા હેલ્થ ઓફીસરની રહેશે. આ
નિર્ણય સામે ૧૮ વર્ષથી ઉપરના યુવક યુવતીઓ તથા તેમના વાલીઓ રોષે ભરાયા છે.

પરિપત્રમાં જણાવેલ હકીક્ત અનુસાર હાલ નર્મદા જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોને વેક્સીન આપવાની કામગીરી કરતા
પહેલા જિલ્લા કક્ષાએથી પૂર્વ મંજૂરી મેળવાનું રહેશે. પૂર્વ મંજુરી વગર જો આપના તરફથી ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોને વેક્સીન
આપવાનુ સેશનું ક્રીએટ કરવામાં આવશે તો તો તેની સંપૂર્ણ જવાબદારી મેડીકલ ઓફીસર અને તાલુકા હેલ્થ ઓફીસરની રહેશે. આ
નિર્ણય સામે ૧૮ વર્ષથી ઉપરના યુવક યુવતીઓ તથા તેમના વાલીઓ રોષે ભરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો આદિવાસી પછાત વિસ્તારને એસ્પીરેશન ડીસ્ટ્રીક્ટમાં સમાવેશ કરેલ છે. આ એસ્પીરેશન
ડીસ્ટ્રીક્ટમા હજી ૪૫ થી વધુ વયના લોકોને પુરતી રસી મળી નથી ત્યારે ૧૮ થી વધુ વયના લોકોને ૧ લી મે થી સરકારે ગુજરાતમાં
રસી આપવાની જાહેરાત કરી છે. જેમાં કેટલાક અન્ય જિલ્લાઓમા રસી અપાઇ રહી છે પણ નર્મદાને ૧૮ થી વધુ વયના લોકોને રસી
આપવા બાબતે મંજુરી મળી નથી તેથી રોજ આ યુવાનો રસીમાટે ધક્કા ખાઈને પરત ફરી રહયા છે, જ્યાથી શરૂ થશે તેની પણ કોઇ
જાહેરાત કરાઇ નથી, ત્યારે યુવકો મૂંઝવણમાં મૂકાયા છે,
બીજી તરફ નર્મદાને ૧૮ થી વધુ વયના લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત હોવાથી નર્મદાના નેટના ઠેકાણા
નથી.ગરીબ આદીવાસી યુવલ
પાસે ઇન્ટરનેટનુ કોઇ સાધન નથી કે સ્માર્ટફોન નથી, ગામડાઓમા નેટનથી ત્યારે ઓનલાઇન
રજીસ્ટ્રેશન કેવી રીતે કરશે? એ પ્રકન લોકોને મુંઝવી રહ્યો છે. ત્યારે નર્મદાના યુવકોને આધારકાર્ડ કે યોગ્ય પુરાવા લઇને આવનારને
રસી સત્વરે મળતી થાય એવી માંગ ઉઠી છે.

તસવીર- જ્યોતિ જગતાપ,રાજપીપળા