રાજપીપલા નગરપાલિકા ના ચાર પૂર્વસદસ્યોની તરફેણમા ગાંધીનગર ની કોર્ટે આપ્યો ચુકાદો
પ્રમુખ દ્વારા તા.૧૩/૦૧/૨૦૧૮
ના રોજ મંજુર કરેલ રાજીનામુ રદ કરવાનો હુકમ કરતી કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરની કોર્ટ
મંજુર કરેલ રાજીનામુપણ રદ કરવાનો હુકમ
3 વર્ષ બાદ ચુકાદો આવ્યો.
ચુંટાયા બાદ
પક્ષના કેટલાક પદાધિકારી દ્વારા સદસ્યોંની કોરા કાગળ ઉપર સહીઓ મેળવી ખોટી રીતે રાજીનામાં મજૂર કરાયા ની ફરિયાદ થઈ હતી
જવાબદારો સામે પોલીસ કાર્યવાહી કરાશે
રાજપીપલા, તા 9
રાજપીપલા નગરપાલિકા ના ચાર પૂર્વસદસ્યો અરજદાર
સામાવાળા
(૧) દત્તાબેન તેજસભાઇ ગાંધી, (2)હરદીપ સિંહ શિનોરા 3)નયના બેન કાછીયા 4)અને જગદીશ વસાવા
વિરૂધ્ધ
(૧)
પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકાઅને
(ર) ચીફ ઓફીસરશ્રી, રાજપીપળા સામે
ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૩૨(૫) હેઠળનીફરિયાદ કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા વર્ષ પછી કમિશનરે નગરપાલિકા ના આ ચારેય પૂર્વ કોર્પોરેટર ની તરફેણમા ચુકાદો આપતા રાજપીપલા નગરપાલિકા વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.
આ કેસની હકીકત એવી છે કે, રાજપીપળા નગરપાલિકામાં અરજદાર ૨૦૧૫ ની સામાન્યચુંટણીમાં સભ્ય તરીકે ચુંટાયેલ હતા. ચુંટાયા બાદ
પક્ષના કેટલાક પદાધિકારી દ્વારા તેઓની કોરા કાગળ ઉપર સહીઓ મેળવી લેવામાં આવેલ. તે
બાદ ૨૦૧૮ માં પ્રમુખ/ઉપપ્રમુખની ચુંટણી આવતી હતી તે અગાઉ તે કાગળનો ઉપયોગ કરીનેતેઓનું રાજીનામુ લખીનેતા.૧૩/૦૧/૨૦૧૮ ના રોજ નગરપાલિકામાં આપી દેવામાં આવતાં
પ્રમુખે તેઓનું રાજીનામુ મંજુર કરી દીધેલ. જેથી તેઓએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૨૫(૫) હેઠળ રાજીનામા બાબતે કલેક્ટરને અપીલ કરેલ હતી. સરકારે
તા.૩૦/૦૭/૨૦૧૮ ના જાહેરનામાથી કલમ-૩૫(૫) ના અધિકારો ગાંધીનગર ની કચેરીને સુપ્રત કરેલ
હોવાથી અરજદારની અપીલ આ કચેરીને તબદીલ કરી હતી.
અરજદારે અપીલમાં તા.૨૫/૦૬/૨૦૧૮ થી નીચે જરૂરી રજુઆતો કરી હતી.
આ કામે અરજદારની અપીલ અત્રેની કચેરીના અપીલ રજીસ્ટરે અપીલ નં.૦૧/૨૦૧૮ થીનોંધીને તા.૨૩/૦૧/૨૦૧૮ ના રોજ નોટીસ કાઢીને પ્રથમ સુનાવણી તા.ર૬/૦૨/૧૯ ના રોજરાખવામાં આવેલ. ત્યારબાદ આ કામે સુનાવણી તા.૨૬/૦૩/૧૯થી
તા.૦૮/૧૦/૨૦૨૦સુધી 24જેટલી સુનાવણી હાથ ધરાઈ હતી.
જેમાં માજી પ્રમુખ રાજપીપળા દ્વારા કોઇ
રજુઆત કરવામાં આવેલ નથી કે અરજદારની અરજી અંગે કોઇ જવાબ પણ રજુ કરવામાં આવેલ
નથી. જેથી અપીલમાં થયેલ રજુઆત તેમજ રજુ થયેલ રેકર્ડ આધારે નિર્ણય કરવાનો રહતો હોઈ અરજદાર તરફે તેમના વકીલ દ્વારા તા.૧૭/૦૩/૨૦૨૦ ના રોજરજુઆત કરીહતી
જે અનુસંધાને ગાંધીનગર કોર્ટેનીચે મુજબનાકોર્ટે તારણકાઢ્યા હતા. જેમાં
(1) નગરપાલિકા સભ્યોએ રાજીનામું પ્રમુખને આપવાની જગ્યાએ ચીફ ઓફિસરને લખ્યું છે જે માન્ય ગણી શકાય નહીં.(2) રાજીનામાં પત્ર સ્વહસ્તે લખાયો નથી પણ ટાઈપ કરેલા કાગળમાં ખાલી જગ્યાઓ રાખી લખવામાં આવ્યું હોવાથી શંકાસ્પદ છે.
(3) રાજીનામાં પત્ર કોણે રજૂ કર્યો એની વિગતો પત્રમાં નોંધ કરાઈ નથી.(4) રાજીનામાં પત્ર સભ્યે જાતે ચીફ ઓફિસર સમક્ષ રજૂ કર્યો હોવા બાબતે ચીફ ઓફિસરે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
(5) રાજીનામુ પ્રમુખ સમક્ષ સભ્યોએ રજૂ કર્યો ન હોવાથી મંજુર કરતા પેહલા પ્રમુખે સભ્યને નોટિસ આપી ખાતરી કરવાની કોઈ કાર્યવાહી કરી નથી.
(6) જે તારીખે રાજીનામુ ઇનવર્ડ થયું છે એ જ દિવસે ચીફ ઓફિસરે રાજીનામુ પ્રમુખને મોકલી આપ્યું છે.અને એ જ દિવસે પ્રમુખે રાજીનામુ મંજુર કરી દીધું છે.તેમજ તે જ દિવસે ચીફ ઓફિસરે પ્રાંત અધિકારીને જાણ કરી આ સમગ્ર ઘટના શંકાસ્પદ જણાઈ છે જેથી આ પૂર્વ યોજિત કાવતરુ હોવાનું માની શકાય.(7) રાજીનામાં પત્રમાં સભ્યની સહી તથા સ્થળ તારીખના અક્ષરમાં ફેરફાર છે.જેથી રાજીનામાં પત્ર કોરા કાગળ પર સહી મેળવી પાછળથી રાજીનામુ લખાવ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.(8) સભ્યોએ 01/06/2018 ના રોજ કલેકટરને રાજીનામાના ખોટા દસ્તાવેજો પેદા કરી સભ્ય પદ રદ કરવા પ્રયત્નો થશે એની જાણ કરી હતી.
(9) 13/06/2018 ના રોજ પ્રમુખે રાજીનામુ મંજુર કર્યા બાદ 15/06/2018 ના રોજ અરજદારે લેખિતમાં કલેકટર નર્મદાને રજુઆત કરી પોતાનું રાજીનામુ રજૂ થાય તો ન સ્વીકારવા રજુઆત કરી હતી.
જે અંગે ગાંધીનગર કોર્ટે તારણોની વિગતો જોતાં અરજદારની અપીલ ગ્રાહ્ય રાખવાપાત્ર હોઇ અપીલ અરજી મંજુર
કરી ને અરજદારો ની ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની
કલમ-૨૫(૫) હેઠળની અપીલ “ગ્રાહ્ય રાખવામાં આવીછેઅને પ્રમુખ દ્વારા તા.૧૩/૦૧/૨૦૧૮
ના રોજ મંજુર કરેલ રાજીનામુ રદ કરવાનો હુકમ કરતા નગરપાલિકા ના રાજકારણ મા ખળભળાટ મચીજવા પામ્યો છે.
તારણોની વિગતો જોઈ કોર્ટે અરજદારની અપીલ ગ્રાહ્ય રાખવાપાત્ર હોઇ અપીલ અરજી મંજુર
કરીને
અરજદારોની ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની
કલમ-૨૫(૫) હેઠળની અપીલ “ગ્રાહ્ય રાખવામાં આવી છે અને પ્રમુખ દ્વારા તા.૧૩/૦૧/૨૦૧૮
ના રોજ મંજુર કરેલ રાજીનામુ રદ કરવાનો હુકમ કરવામાં આવતા નગરપાલિકા વર્તુળમા ખળભળાટ મચી જવા પામ્યો છઆ અંગે સદસ્યોંએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પછી અમને ન્યાય મળ્યો છે. કોર્ટે અમારી તરફેણ મા હુકમ કરી અમારી પાસેથી ખોટીરીતે મંજૂર કરેલા રાજીનામાં રદ કરાયા છે. ત્યારે અઢી વર્ષની અમારી સદસ્યતા ને રદ કરી અમારી રાજકીય કારકિર્દી ને મોટુ નુકશાન કર્યું છે તેમજ નવી નગરપાલિકા નીચૂંટણીમા અમને તેનાથી નુકશાન થયું છે ત્યારે હવે જવાબદાર સત્તાધીશો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપી છે.
આ બાબતે હરદીપ સિંહ સિનોરા અને દત્તાબેન ગાંધીએ જણાવ્યું હતું કે અમે આ ચુકાદો પોલિસ સ્ટેશનમાં રજૂ કરીશું અને આ કાવતરામાં જે લોકો પણ શામેલ છે એમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવા રજુઆત કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે
રાજપીપળા પાલિકામાં વર્ષ 2015 માં ઇતિહાસમાં પહેલી વખત ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી.અઢી વર્ષની ટર્મ બાદ ફરીથી બીજી ટર્મ માટે 14/6/2018 ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી હતી.જો કે ભાજપના જ ચૂંટાયેલા 4 સભ્યો નારાજ ચાલી રહ્યાં હતા.તેઓ બીજા ટર્મ માટેની ચુંટણીમાં વિરુદ્ધ મતદાન કરશે એવી ભીતિને પગલે 13/6/2018 ના રોજ પાલિકા સભ્ય પદેથી એમનું રાજીનામુ મંજુર કરી દેવાતા ખળભળાટ મચ્યો હતો.
કોરા કાગળ પર સહીઓ કરાવી પોતાના બનાવટી રાજીનામાં લખ્યા હોવાનો આક્ષેપ એ ચાર સભ્યોએ કર્યો હતો અને ન્યાય માટે મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન ગાંધીનગર કોર્ટમાં ગયા હતા.3 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો કે રાજીનામાં શંકાસ્પદ હોવાથી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.કોર્ટે એવું તારણ કાઢ્યું કે રાજીનામાના પત્ર કોરા કાગળ પર સહી મેળવી પાછળથી રાજીનામુ લખાવ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.આ પૂર્વયોજિત કાવતરું હોવાનું માની શકાય. કોર્ટનાં આ ચુકાદા સામે જવાબદારો સામે પગલાં લેવાય છે કે નહીં તે હવે જોવું રહ્યું
તસ્વીર જ્યોતિ જગતાપ, રાજપીપલા