૧૮ વર્ષથી વધુ વયના લોકોને રસીની નોંધણી નર્મદાના નવાવાઘપુરા પ્રાથમીક આરોગ્યકેન્દ્રમાં કોમ્પયુટર ડેટા
ઓપરેટરની ભૂલથી થઈ જતા વડોદરા સુરત,ભરુચ-અંકલેશ્વરથી ૨૬ યુવકો નવાવાઘપુરા દોડી આવતા હોબાળો
વડોદરા સુરત, ભરૂચ,અંક્લેશ્વરથી ૮૦ કિમી દૂર કાર લઈ ગયેલા દોડી આવતા યુવકોને ધક્કો પડયો
હાજરકર્મચારીઓએ રસી આપવાનો ઇન્કાર કરતા યુવકો રોષે ભરાયા
આરોગ્ય સેતુ એપમાં રસ્ટ્રેિશનના છબરડા કરાતા ઓપરેટરને મુખ્ય જિલ્લા અધિકારીએ ફટકારી કારણદર્શક
નોટીસ
દિન-૧મા માંગ્યો ખુલાશો.
રાજપીપળા.9
હાલ નર્મદા જિલ્લામાં ૪૫ થી વધુ વયના લોકોને વેકસીન આપવામાં આવી રહ્યું છે, જ્યારે ૧૮ વર્ષથી વધુ વયના
લોકો માટે વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન થતુ નથી, તેથી યુવક યુવતીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે નર્મદામાં ૧૮
વર્ષથી વધુ વયના લોકો માટે વેકેસીનેશન માટે રજીસ્ટ્રેશન થતુ ન હોવા છતાં નર્મદાના નાંદોદ તાલુકાના નવા
વાઘપુરા ગામે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના એકાઉન્ટન્ટ કમ કોમ્પયુટર ઓપરેટર દેવેનભાઇ વસાએ આરોગ્ય
સેતુ એપમાં રસ્ટ્રેિશનના છબરડા કરી વેક્સીન સેન્ટર નવાવાઘપુરા બતાવી દેતા નવાવાઘપુરા પ્રાથમીક
આરોગ્ય કેન્દ્રમા વડોદરા સુરત, ભરુચ અંકલેશ્વરથી ૮૦ કિમી કૃર કાર લઇને રદ જેટલા યુવક યુવતીઓ દોડી
આવ્યા હતા.પણ હાજર કર્મચારીઓએ રસી આપવાનો ઇન્કાર કરતા હોબાળો મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહીતી અનુસાર દંતેશ્વરનાં રહેતા ૨૮ વર્ષના કિશોર રાઠવા ૧ તારીખથી રસી મૂકાવવા પ્રયત્નો કરતા
હતા. તેમના મિત્ર કિશોર રાઠવા અને અમિત બડગુજર પણ પ્રયત્નશીલ હતા. આરોગ્ય સેતુ એપ પર તેઓને
ગરુડેશ્વરના નવા વાઘપુરા ગામે વેકિસન સેન્ટર પર સ્લોટ બુક થયો હતો. શનિવારનો ૩ થી ૬ વાગ્યાનો સ્લોટ
બુક ગ્યો હોવાથી તેઓ પોર્ટલ પરથી મળેલા એપોઇન્ટમેન્ટ સર્ટિફિકેટ લઇ જોબ પર રજા મુકી મિત્ર સાથે કારમાં
૮૦ કિમી ના નવાવાઘપુરા પહોચ્યા હતા. જ્યા સેન્ટર પર એપોઇન્ટમેન્ટ લેટર બતાવવા છતા કર્મચારીઓએ રસી
મૂકવાની ના પાડી હતી. જ્યારે બીજા યુવક આકાશ રાઠવાના જણાવ્યા અનુસાર ત્યાં હાજર. એડીઓએ જણાવ્યું કે,
બહારના લોકોને રસી આપતા નથી. અમારા જિલ્લાના લોકોને વેકસીન લેવાના બાકી છે. તો બહારનાને કેવી રીતે
આપીએ ? આ સાંભળી આકાશ રાઠવા અને તેમના મિત્રો મુંઝવણમાં મુકાયા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે ત્યાં
વડોદરા અને સુરત , અંકલેશ્વર થી પણ મોટી સંખ્યામાં આવેલા લોકો પણ વીલા મોઢે પરત ફર્યા હતા.
જોકે આ અઅંગે અધીક આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા હકીકતને તપાસ કરતા ડેટા ઓપરેટરની ભૂલ નીકળી
હતી. આ અંગેની જાણ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને જાણ કરતા એHઉન્ટન્ટ કમ કોમ્પયુટર ઓપરેટર
દેવેનભાઇ વસાવાને કારણદર્શક નોટીસ ફટકારી દીન એકમાં લેખીત ખુલાસો માંગ્યો છે. જેમાં જણાવ્યુ છે કે
નેશનલ હેલ્થમીશન અંતર્ગત પ્રા.આરોગ્ય કેન્દ્ર નવા વાઘપુરા ખાતે ફરજ બજાવી રહેલ એકઉન્ટન્ટ કમ ઓપરેટર
હાલ નર્મદા જિલ્લામાં માત્ર ૪૫ થી વધુ વયના લોકો માટે રસીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે ૧૮થે ૪૪
ની વયનાઓ માટે વેકસીન આપવષાને કામગીરી રાજ્ય કક્ષાએથી નર્મદા જિલ્લામાં મંજુરી આપેલ નથી. આમ
વેકસીનેશનની કામગીરી ચાલુ ન હોવા છતા આ ઓપરેટરે ૧૮ થી ૪૪ ને વયના લોકોને કોવીંદના ઓનલાઇન
પોર્ટલ પર જિલ્લા કક્ષાએથી સુચના આપ્યા સિવાય સેશન ક્રિએટ કરી પબ્લીસ કરેલ છે. આ કામગીરી આપને
કામગીરી પ્રત્યેની બેદરકારી સુચવે છે. જેના કારણે બહારના જિલ્લાના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ
બેદરકારીને ખુબજ ગંભીર પ્રકારની બેદરકારી ગણી એપેડેમીક એક્ટ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ
ઓપરેટરની સામે શિક્ષાત્મક પગલા કેમ ન લેવા તે બાબતની કારણદર્શક નોટીસ ફટકારી દિન-૧માં ખુલાસો
માંગતા ચકચાર મચી જવા પામી છે.
તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપળા