રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

રાજપીપલા,તા 8

તા.૧ લી મે થી તા.૧૫ મી મે,૨૦૨૧ સુધી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાતના સહકાર,રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તા.૯ મી મે, ૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપાની મુલાકાત લેશે.

ત્યારબાદ,મંત્રીશ્રી સવારે ૧૦:૩૦ કલાકે રાજપીપલાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લશે, ત્યારબાદ સવારે ૧૧:૩૦ કલાકે ગરૂડેશ્વર તાલુકાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, બપોરે ૧૨:૩૦ કલાકે તિલકવાડા તાલુકા પંચાયતની પાછળ આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, બપોરે ૧૨:૪૫ કલાકે તિલકવાડાની એકલવ્ય સ્કૂલ, કોવિડ કેર સેન્ટર, બપોરે ૦૧:૩૦ કલાકે વ્યાધર કોવિડ કેર સેન્ટર, બપોરે ૦૩:૩૦ કલાકે દેડીયાપાડા તાલુકાની એગ્રીકલ્ચર કોલેજ, કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેશે.

ત્યારબાદ, સાંજે ૦૪:૦૦ કલાકે દેડીયાપાડાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ, સાંજે ૦૫:૩૦ કલાકે સાગબારા તાલુકા પંચાયતની પાસે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સાંજે ૦૬:૦૦ કલાકે સાગબારાની આદર્શ નિવાસી શાળાના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અને સાંજે ૦૬:૩૦ કલાકે પૂર્વ પ્રમુખ મનજીભાઇ વસાવાના ઘરે, પાટલામઉ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટ ખાતે મુલાકાત લેશે. ત્યારબાદ મંત્રીશ્રી અનુકૂળતાએ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામ તરફ જવા રવાના થશે.
તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપ