કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને સાગબારા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે જ આરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે તે માટે રૂા. ૨ કરોડના આરોગ્યલક્ષી સવલતના ૧૯૪ કામો મંજુર

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને સાગબારા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે જ આરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે તે માટે રૂા. ૨ કરોડના આરોગ્યલક્ષી સવલતના ૧૯૪ કામો મંજુર

તાલુકાના તમામ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન, જમ્બો ઓક્સિજન સિલીન્ડર વધુ બેડ, બેડ-સાઇડ ડ્રોવર, મલ્ટીપારા મોનીટર, પાંચ KV ના જનરેટર સેટ તેમજ દરેક CHC-PHC માં લોહીની તપાસ માટે સેલ કાઉન્ટર, સેન્ટ્રીફ્યુઝ મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, સિકલસેલ માટે HPLC મશીન, એરકંડિશનર લેબરરૂમ, રેડીયંટ વોર્મર, અદ્યતન પ્રસૂતિ પલંગ સહિતની સુવિધાઓથી સજ્જ કરવાનું ઘડી કઢાયેલું સુચારૂં આયોજન

સાગબારા CHC ખાતે જ વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયા હાથ ધરી શકાય તે માટે અદ્યતન સામગ્રી સાથે ઉભુ કરાશે ઓપરેશન થિયેટર

રાજપીપલા,તા 7

કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ કેન્દ્ર સરકાર દ્રારા કેન્દ્રીય નીતિ આયોગ દ્રારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ (મહત્વાકાંક્ષી જિલ્લા) તરીકે કરાયેલી ઘોષણા અન્વયે કેન્દ્રીય નીતિ આયોગના વિવિધ પેરામીટર્સ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રમાં પણ નિયત લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ કરવાની સાથોસાથ જિલ્લાના આદિવાસી અને અંરિયાળ વિસ્તારની પ્રજાને ઘરઆંગણે જ શ્રેષ્ઠત્તમ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તેવા ઉમદા અને પ્રજાભિમુખ અભિગમ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે વિકાસશીલ તાલુકા હેઠળ સાગબારા તાલુકામાં રૂા.૨.૦૦ કરોડની આખા વર્ષ માટે જુદા-જુદા વિભાગોના વિકાસ કામો માટે ફાળવાતી ગ્રાન્ટ અંતર્ગત સાગબારા તાલુકામાં માત્ર આરોગ્યલક્ષી સુવિધાઓને જ પ્રાધાન્ય આપીને રૂા.૨.૦૦ કરોડની આ તમામ ગ્રાન્ટનો ઉપયોગ આરોગ્યલક્ષી સવલતો ઉભી થાય તે માટેના જિલ્લા પ્રસાશન તરફથી કરાયેલા સુચારૂ આયોજનને મંજુરીની મહોર મારી છે.

સાગબારા તાલુકામાં આરોગ્યલક્ષી સુવિધાઓ માટે વિકાસશીલ તાલુકા અંતર્ગત રૂા. ૨.૦૦ કરોડની ગ્રાન્ટ હેઠળ સાગબારા તાલુકાના કુલ-૦૫ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇનથી સજજ કરવાનું આયોજન ઘડી કઢાયુ છે. તેની સાથોસાથ દરેક PHC ને ૫-(પાંચ) જમ્બો ઓક્સિજન સિલિન્ડર લેખે કુલ-૨૫ સિલિન્ડર ફાળવવામાં આવશે. હાલમાં તમામ PHC માં ઉપલબ્ધ ૬ બેડની સુવિધામાં વધુ ૬ બેડનો વધારો કરીને વધુ ૩૦ બેડ સાથે તેને બમણી કરાશે અને તેના માટે ઉકત-૦૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૩૦ નવા પલંગ અને દરદીઓના સામાન માટે ૩૦ નવા બેડ સાઇડ-ડ્રોવરની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. તેવી જ રીતે સારવાર માટે દાખલ થયેલ દરદીઓ માટે પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર ખાતે-૨ (બે) મલ્ટીપારા મોનીટર લેખે ઉકત તમામ ૦૫ આરોગ્ય કેન્દ્રોમાં કુલ-૧૦ મલ્ટીપારા મોનીટરની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ મલ્ટીપારા મોનીટરની સહાયથી દરદીનું BP, SPO2, પલ્સ, ટેમ્પરેચર વગેરેની વિગતો આ મોનીટર લાઇવ દર્શાવશે, જે દરદીઓની ઝડપી સારવારમાં સહાયરૂપ થશે. તદ્ઉપરાંત તમામ પાંચ PHC સેન્ટર ખાતે પાંચ KV ના જનરેટર સેટની સુવિધા ઉપલબ્ધ કરાશે.
તેવી જ રીતે સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ જરૂરીયાતવાળા દરદીઓની વિવિધ શસ્ત્રક્રીયાઓ હાથ ધરી શકાય તે માટે અદ્યતન ઉપકરણો અને સામગ્રી સાથે નવુ ઓપરેશન થિયેટર ઉભુ કરાશે. તદ્ઉપરાંત કોરોનાના દરદીઓના લોહીના પરિક્ષણ માટે અદ્યતન મશીનની સુવિધા ઉભી કરાશે.
લોહીની તપાસ માટે સાગબારા CHC અને પાંચ PHC મળી કુલ-૦૬ સેલ કાઉન્ટર, સેન્ટ્રીફયુઝ મશીન સાથે લોહીની તપાસ માટે સેલ કાઉન્ટર, લોહીની તપાસમાં પ્લાઝમાં છુટા કરવા માટે કુલ-૦૬ સેન્ટ્રીફયુઝ મશીન, દરદીઓને ઓક્સિજન પૂરૂ પાડવા માટે CHC માં ૦૫ અને પ્રત્યેક PHC માં ૦૪ લેખે કુલ-૨૫ ઓક્સિજન કોન્સનટ્રેટર, કોઇ પણ દરદી સિકલસેલના રોગી છે કે વાહક તેના પરિક્ષણ માટે ઉપર મુજબ કુલ-૦૬ પોર્ટેબલ HPLC મશીન, લક્ષ્ય કાર્યક્રમની માર્ગદર્શિકા હેઠળ તમામ પાંચ PHC સેન્ટર ખાતે ૦૫ તેમજ CHC ખાતે ૦૫ સહિત કુલ-૧૦ પ્રસૂતિ માટેના અદ્યતન પલંગ ઉપરાંત પાંચ PHC અને ૧ CHC ના લેબરરૂમનું એરકંડિશનર સુવિધા સાથે અદ્યતનીકરણ, નવજાત બાળકોના જન્મ પછી બાળક ઠંડુ ન પડી જાય તે માટે CHC અને PHC સહિત કુલ-૦૬ રેડીયંટ વોર્મર મશીન તેમજ પાંચ વર્ષ સુધી ના કુપોષિત બાળકોને CHC અને PHC માં દાખલ કરીને સારવાર પુરી પાડવા માટે અદ્યતન ઉપકરણો-જરૂરી સામગ્રી સાથેની વ્યવસ્થા ઉભી કરવાનું પણ આયોજન કરાયું છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા