✅ગુજરાત હાઈકોર્ટે,મિડીયાની ભૂમિકા વખાણી✅
ગુજરાત હાઈકોર્ટે, કોરોનાના કપરા કાળમાં મિડીયાની ભૂમિકા વખાણી છે. તો સરકારને પણ કેટલાક મુદ્દે જરૂરી પગલા લઈને લોકોને કઈક થઈ રહ્યું છે, સરકાર કઈક કરી રહી છે તેવો વિ્શ્વાસ અપાવવા માટે આવશ્યક જરૂરી પગલા લેવા સુચવ્યુ છે.
હાઇકોર્ટે પણ સ્વીકાર્યુ: વેક્સિનની નથી રહી કોઇ ખાસ અસર
રસી લઇ લીધી એટલે તમે સલામત છો તેવું માની લેવાની બિલકુલ જરૂર નથી: હાઇકોર્ટે
હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન વેક્સિન મુદ્દે પણ મહત્વની ટિપ્પણી કરી. હાઇકોર્ટે વેક્સિન ખાસ અસર ન કરી રહી હોવાનું અવલોકન કર્યું. હાઇકોર્ટે કહ્યું કે વેક્સિનના 2 ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય છે. રસી લીધા બાદ બેદરકારી દાખવતા લોકોને ટકોર કરતા કોર્ટે કહ્યું કે રસી લઇ લીધી એટલે તમે સલામત છો તેવું માની લેવાની બિલકુલ જરૂર નથી. રસી લીધા બાદ પણ સાવચેતી રાખવી જરૂરી છે તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.ભારતમાં 4માંથી 1 વ્યક્તિમાં 150 દિવસ પણ એન્ટિબોડી ટક્યા નથી; એન્ટિબોડી લાંબા સમય સુધી કોરોના સામે સુરક્ષા આપી શક્યા નથી
સીઆર પાટીલના બચાવમાં રૂપાણી સરકાર
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે સુરતમાં રેમડેસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીત કરાયા હતા. જેમા લોકોને મદદરૂપ થવાનો આશય હતો. જેનો ઉપયોગ જરિયાતમંદ લોકો માટે જ કરાયો હતો. જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે આ ઇન્જેક્શન સીઆર પાટીલને ક્યાંથી મળ્યા?, ક્યા દાનવીરે આ ઇન્જેક્શન તેમને આપ્યા?
ગુજરાતમાં હવે લોકડાઉન લગાવવું શક્ય નથી: રૂપાણી સરકાર
સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી. દલીલ દરમિયાન કમલ ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે હવે રાજ્યમાં લોકડાઉન શક્ય નથી.
સરકાર વતી દલીલ કરતા એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું છે કે છેલ્લી વખત જે લોકડાઉંન લગાવ્યું હતું તે કેન્દ્ર સરકારનો આદેશ હતો. પરંતુ હવે તે શક્ય નથી કારણકે રોજબરોજ કામ કરનાર લોકોને નુકશાન પડે તેમ છે.
ગુજરાતમાં રેમડેસીવીરનો જથ્થો પુરતો છે તો લાંબી લાઇનો કેમ?
હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન રેમડેસિવીર ઇન્જેક્શનની અછત મુદ્દે પણ સરકારને બરાબરની આડેહાથ લીધી. હાઇકોર્ટે જણાવ્યું કે રાજ્યના નાગિરકોને કેમ આસાનીથી ઇન્જેક્શન નથી મળી રહ્યા. ઝાયડસ હોસ્પિટલની બહાર કેમ લાંબી લાઇનો લાગે છે. જે લોકો ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહે છે તે કંઇ મજા માટે ઉભા રહેતા નથી. કોર્ટે કહ્યું કે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાંથી જ મળે છે. શા માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જ ઇન્જેક્શન આપવામાં આવે છે. ઓક્સિજન અને ઇન્જેક્શન હોમ ક્વોરન્ટીન લોકોને પણ આપી શકાય.
કોંગ્રેસ વહેતી ગંગામાં હાથ ધોયા
કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ, કૉંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. કૉંગ્રેસે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યો. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું કે હાઈકોર્ટે પણ જ્યારે સુઓમોટો કરીને સરકારની ઝાટકણી કાઢવી પડતી હોય તો વિચારી શકાય છે કે રાજ્યમાં પરિસ્થિતિ કેટલી ગંભીર છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકીય તાયફાઓને કારણે મહામારીનો બીજો દૌર શરૂ થયો છે. સરકારની ઈચ્છા શક્તિનો ભોગ પ્રજા બની રહી છે.
મૃતકના પરિવારજનોઅસ્થિ નથી લઈ જતા
કોરોનાનો ભય લોકોના મનમાં એટલો બધો બેસી ગયો છે કે, પોતાના વ્હાલસોયા પરીવારજનોના અસ્થિ કે રાખ લેવા માટે પણ કોરોનાથી મરેલા દર્દીઓના પરિવારજનો જતા નથી. આટલુ જ નહી કેટલાક કિસ્સામાં તો પોતાના મૃતક સ્વજનના મૃતદેહને ચિતા ઉપર મૂક્યા બાદ, મુખાઅગ્નિ પણ આપતા નથી.
પેરાસીટામોલની જેમ રેમડેસીવિર ઈન્જેકશન કેમ નથી મળતા: હાઈકોર્ટ
કેન્દ્રની માર્ગ દર્શિકાઓનુ રાજ્ય પાલન કરે છે કે નહી?
રાજ્ય સરકારની ક્ષમતા પર પ્રશ્ન નથી ઉઠાવતા પણ અમે કેટલીક બાબતોથી ખુશ નથી તેમ ચીફ જસ્ટીસે જણાવીને કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસીટર જનરલ દેવાંગ વ્યાસને નિર્દેશ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા સુચવાયેલી માર્ગદર્શિકાઓનું રાજ્ય સરકાર પાલન કરી રહી છે કે નહી તે જુઓ. આ સુઓમોટો રીટની વધુ સુનાવણી આગામી ગુરુવારે હાથ ધરાશે.
ભારતને મળશે કોરોનાની ત્રીજી વેક્સીન
કોરોના વાયરસના વિકરાળ સ્વરૂપ વચ્ચે એક રાહતના સમચાર મળી રહ્યાં છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઇ છે. વેક્સિન મામલે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ (SEC)એ રશિયાના સ્પુતનિક વીને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ભારતમાં આ વેક્સિનનો ઉપયોગ કરી શકાશે.સૂત્રોએ જણાવ્યા અનુસાર, સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. જેના આધારે આ મંજૂરી મળી છે. જો કે સાંજ સુધી જ સરકાર દ્વારા આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી શકે છે.
હરિદ્વાર કુંભમાં ઉમટી ભીડ
હરિદ્વાર મહાકુંભમાં શાહી સ્નાનનો બીજો દિવસ છે. આ શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ-સંત આસ્થાની ડૂબકી લગાવી રહ્યાં છે. હજારોની સંખ્યામાં સામાન્ય લોકોની ભીડ પણ ડૂબકી લગાવી રહી છે. નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીર સિંહ પણ હરિદ્વાર પહોંચ્યા છે. તેઓ પણ સંતો સાથે શાહી સ્નાન કરશે.ભીડ હોવાના કારણે ઘણી જગ્યાઓ પર કોરોના પ્રોટોકોલના નિયમ પણ તૂટતા નજરે આવી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન નથી થઇ રહ્યું અને કોઇ માસ્ક સાથે જોવા નથી મળી રહ્યુ.
કુરાનની આયાતો વિરુદ્ધ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે કુરાનની આયાતો વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ આ અરજી દાખલ કરી હતી. તેમના કહેવા પ્રમાણે આ આયાતો વડે વિદ્યાર્થીઓને મિસગાઈડ કરવામાં આવે છે.સુપ્રીમ કોર્ટે તે એસએલપી નહીં પણ રિટ છે તેમ કહીને તમે તમારી અરજી અંગે કેટલા ગંભીર છો તેવો સવાલ કર્યો હતો.
રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દો ગુજરાત બહાર પણ ચગ્યો
આ મુદ્દે શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પણ ભાજપ તથા પાટિલ પર આકરા પ્રહાર કર્યા હતા. શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે,‘એક તરફ દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે. મહારાષ્ટ્રમાં પણ લોકો મેડિકલ સ્ટોર અને હોસ્પિટલો બહાર લાઈનમાં ઉભા રહી ઈન્જેક્શન મેળવવા પ્રયાસ કરતા જોવા મળી રહ્યાં છે. આ સમયે ગુજરાતમાં ભાજપ પ્રમુખ રાજકીય પક્ષના કાર્યાલયમાંથી અમદાવાદ, સુરત અને ભરુચ જેવા સ્થળે મફતમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપી રહ્યાં છે. ભાજપના કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેક્શન જઈ શકે છે. પરંતુ મહારાષ્ટ્ર, છત્તિસગઢ જેવા બિનભાજપી શાસિત રાજ્યોમાં નથી જઈ શકતા.
ગાંધીનગરમાં તમામ પાનના ગલ્લાઓ બંધ: કલેક્ટર
ગાંધીનગરમાં પણ તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગાંધીનગરમાં પણ કોરોનાના સંક્રમણનો ભય પેસી ગયો છે. જેથી ગાંધીનગર જિલ્લામાં પણ પાનના ગલ્લાંઓ બંધ કરવાનો હુકમ કરાયો છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટરે 13 તારીખથી આગામી 30 એપ્રિલ સુધી પાનના ગલ્લાંઓ બંધ રાખવા હુકમ કર્યો છે.
સુરતમાં કલેક્ટરે જાહેરાત
હવેથી ખાનગી હોસ્પિટલો નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન મેળવી શકશે. કલેક્ટર ધવલ પટેલે જણાવ્યા મુજબ હોસ્પિટલના અધિકૃત વ્યક્તિના સહી સિક્કા અને પ્રિસ્ક્રિપ્શન તેમજ દર્દીના આધાર-પુરાવા રજૂ કરી સિવિલથી ઇન્જેક્શન મેળવી શકાશે. જે માટે ખાનગી હોસ્પિટલોએ ફરજીયાત એક ફોર્મ ભરવાનું રહેશે. જેની સાથે જરૂરી રિપોર્ટ. પ્રિસ્ક્રિપ્શન તેમજ પુરાવાઓ રજૂ કરવાના રહેશે. કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે નવી સિવિલ હોસ્પિટલોને 3 હજાર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. જેથી દર્દીઓને પડતી હાલાકી ઓછી થઇ શકશે
હવે શિક્ષકો બનશે ચોકીદાર
સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી લાઇનો લાગી છે. તેમની ગણતરી માટે સુરતમાં શિક્ષકોને આદેશ આપવામાં આવ્યા છે. તેને લઇને ભારે વિવાદ ઉભો થયો છે. આ વિવાદ હજુ શમે તે પહેલા જ વધુ એક વિવાદ થવાના એંધાણ છે. સુરતમાં શિક્ષકોને હવે કન્ટેઇનમેન્ટ ઝોનમાં વોચમેનની જેમ પહેરો ભરાવવાની તૈયારી થઇ રહી છે.
ચીન બોર્ડર પાસે પણ મળશે અમૂલ દૂધ
અમૂલની મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરતાં ભારત-ચીન બોર્ડર પાસે આઉટલેટ ખોલ્યો છે. કંપનીના એમડી આર સોડીએ તેની જાણાકરી આપી હતી. આર એસ સોડીએ કહ્યું કે અમારા દ્વારા લેહ (કેન્દ્રશાસિત પ્રદેશ) કે જે ભારતની સૌથી ઊંચાઈ પરની જગ્યા છે ત્યાં ૭૦મી વેચાણ શાખા શરૂ કરવામાં આવેલ છે.
આ બ્રાન્ચ થકી, અમૂલને શિયાળમાં માર્ગ બંધ થવાની પરિસ્થિતિમાં પણ ચીનની સરહદ સુધીના દૂરસ્થ વિસ્તારોની દૂધ અને દૂધની માંગને પહોંચી વળવા માટે વધુ સક્ષમ કરેલ છે.
ટોરેન્ટ પાવરે 10 પૈસા એનર્જી ચાર્જ વધાર્યો
ટોરેન્ટ પાવર લિમિટેડ(અમદાવાદ-ગાંધીનગર)ના દર મહિને 51 યુનિટથી 200 યુનિટના વીજ વપરાશના સ્લેબના એનર્જી ચાર્જમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 200 યુનિટથી વધારે વપરાશ કરતા રહેણાંકવાળા ગ્રાહકો સહિત બાકીના તમામ ગ્રાહકો માટે એનર્જી ચાર્જમાં પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉના વર્ષોની બાકી રહેલી ખાધને અનુલક્ષીને ટોરેન્ટ પાવર લિમિટેડના વીજ દરોમાં ફેરફાર કરવો જરૂરી બન્યો છે
એપ્રિલ ફૂલ બનાવવા કિશોરે યાદી સાથે છેડછાડ કર્યાનો ખુલાસો થયો
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે વાયરલ થયો હોવાથી સોશિયલ મીડિયા ઈન્ટરસેપશન તથા ટેકનીકલ એનાલીસીસ તેમજ ફિઝિકલ તપાસ કરતા આ અખબારી યાદી એક બાળ કિશોરે વાયરલ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેણે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પહેલી એપ્રિલના રોજ બોર્ડની વેબસાઇટ ઉપરથી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખની અખબારી યાદી સહી સિક્કા સહિતની ડાઉનલોડ કરી હતી અને બાદમાં પોતાના મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા તારીખો એડિટ કરીને સોશિયલ મીડિયામાં ફરતી કરી હતી.
સંશોધનો પ્રમાણે કોરોના મેના અંત ભાગમાં તીવ્ર ઘટાડો થશે
વિવિધ સંશોધન પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં તેની ચરમસીમા પર પહોંચ્યા બાદ સંક્રમણની ઝડપ ધીમી પડવાની અને મે મહિનાના અંત ભાગ સુધીમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
જેમણે રસી લઈ લીધી હોય તે જ બહાર ફરી શકે છે
નેધરલેન્ડ સરકાર પર્યટન સ્થળોએ લાગુ પ્રતિબંધોમાં રાહત આપી એ જાણવા માગે છે કે લોકો બહાર ફરવા જવા તૈયાર છે કે નહીં? ડચ સરકારે શનિવારે થીમ પાર્ક અને ગાર્ડન સહિત અનેક પર્યટન સ્થળ ખોલ્યા. ત્યાં 2000થી વધુ લોકો પહોંચ્યા હતા. જોકે ડચ સરકારે ફક્ત એ લોકોને બહાર નીકળવાની મંજૂરી આપી છે જેમણે વેક્સિન લઈ લીધી છે.
મુંબઇમાં ફાઇવ સ્ટાર હોટેલ બનશે કોવિડ સેન્ટર
કોરોના સંકટ વચ્ચે બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી)એ સોમવારે ફૉર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલ્સને કોવિડ કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ, મુંબઇમાં ત્રણ મોટી અસ્થાઇ હૉસ્પિટલ પણ બનાવવામાં આવશે. અહીં પ્રમુખ પ્રાઇવેટ હૉસ્પિટલોના કર્મચારીઓને રાખવામાં આવે, જેથી નવા દર્દીઓને પર્યાપ્ત સંખ્યામાં સીસીસી2 ઉપલબ્ધ થઈ શકે.
લગ્ન પ્રસંગમાં માત્ર 50 લોકોને મંજૂરી: રૂપાણી
30 એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય બંધ: GMDCમાં 900 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે: રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ:
સરકારે જાહેરમાં ડોમ ઉભા કરી મફતમાં ટેસ્ટિંગ કર્યા:
રૂપાણીની જાહેરાત, 14 એપ્રિલથી હવે લગ્ન સમારંભમાં માત્ર 50 વ્યક્તિઓને જ મંજૂરી, તમામ મેળાવડા અને જાહેર સભાઓ પર પ્રતિબંધ
CM રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ નિવેદન
રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે કોરોનાને લગતા કેટલાંક સૂચનો આપ્યાં જેને અમે ધ્યાને લીધાં છે સીએમએ રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે નાણાંની ચિંતા કર્યા વિના અનેક કામો કર્યા છે. છેલ્લા 10 દિવસમાં સવા લાખ ઇન્જેક્શનો હોસ્પિટલોને અપાયા છે એપ્રિલથી આજ દિન સુધીમાં બજારમાં 2 લાખ 10 હજાર ઇન્જેક્શન આવ્યાં છે. અન્ય રાજ્યો પણ આપણી પાસે ઇન્જેક્શનની માંગ કરી રહ્યાં છે.’ મુખ્યમંત્રીએ ઝાયડસ કેડિલાને અભિનંદન પાઠવ્યા છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, કો-મોર્બિટી ધરાવતા લોકો માટે ઇન્જેક્શન લાભદાયક છે. જેટલાં ઇન્જેક્શનો આપ્યાં છે. તબીબો રેમડેસિવિર માટે બિનજરૂરી પ્રિસ્કિપ્શન ન લખે. હોસ્પિટલમાં ગંભીર દર્દીઓને જ પહેલાં રેમડેસિવિર અપાય છે. રાજ્યમાં બેડ વધારવા માટેના પણ સંપૂર્ણ પ્રયત્ન થઇ રહ્યા છે
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું સૂચન
પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવીર ઉપલબ્ધ નહીં થાય? ઝાયડસ હોસ્પિટલની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર
અન્ય રાજ્યમાં શુ થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી.
અમને ગુજરાતથી મતલબ છે.
આજે પણ સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ થઈ જાય છે.
જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.હાઈકોર્ટની સરકારી વકીલને ટકોર :
“કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી”
“ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.”
“આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?”
“ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે”
“VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?”
પુજ સુરત સિંધી પંચાયત. દ્વારા જ્યોત પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે
સુરતમાં આજે ચેટીચંડ નિમિતે નીચે જણાવેલ મુજબ જ્યોત પ્રજ્લલીત કરવામાં આવશે સવારે ૧૦ :00 કલાકે મહાલક્ષ્મી મંધીર અડાજણ, અને ગ્રીનસિટી, ૧૦ :30 કલાકે નાનપુરા પૂજા સુરત સિંધી પંચાયતની ઓફિસ, ૧૧ :00 કલાકે ૪૪૦૬ ગોપી માર્કેટ,અને સાંજે ૫:00 કલાકે બાગબાન પાર્ટી પ્લોટ ખાતે જ્યોત પ્રજ્લલીત કરવામાં આવશે સ્વાભાવિક પૂજ સુરત સિંધી પંચાયત. સુરત સિંધી ક્લોથ એસોસિયેશન.ઝુલેલાલ સિંધુ સેવા યાત્રા સમીતી. ખાસ નોંધ સુરતમાં આજે ચેટીચંડ નિમિતે જાહેર કાર્યક્રમો બંધ રહેશે
આજે ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિ
આજે વિશ્ર્વભરમાં સિંધી સમાજ ઝુલેલાલ જયંતિ ચેટીચંડની ઉજવણી ઘર ઘરમાં કરશે.
😷thaend😷