નર્મદામાં આજે વધુ 49 કેસ નોંધાયા

બ્રેકીંગ નર્મદા



નર્મદામાં આજે વધુ 49 કેસ નોંધાયા

જેમાં નાંદોદ તાલુકામા -11,ગરુડેશ્વર -07,તિલકવડા મા -13,દેડિયાપાડા તાલુકમાં 09,સાગબારા મા 05અને રાજપીપલા 04કેસ નોંધાયા છે

તાવ ના કેસોમાં
ઉછાળો, એકજ દિવસ મા 628 કેસ

રાજપીપલા,તા 7

નર્મદામા આજે વધુ 40કેસ નોંધાયા છે જેમાં નાંદોદ તાલુકામા -11,ગરુડેશ્વર -15,તિલકવડા મા -17,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 08અને રાજપીપલા 04કેસ નોંધાયા છે
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 37 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 12 સહિત કુલ-49 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 45 દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા 72 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 62 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 144 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 59 દરદીઓ સહિત કુલ-309 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 432 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1008 સહિત કુલ-1440 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-78685 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં તાવનાકેસો મા આજે ઉછળો આવ્યો હતો જેમાં આજે એકજ દિવસ મા 628તાવ ના દર્દીઓ નોંધાયા હતા
આ દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1005045 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9049662 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા