નર્મદા જિલ્લામાં ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકોને નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિકયોરોટી જેવા કામો કરવાની મજબૂર બન્યા!
નર્મદા જિલ્લામા મોટી સંખ્યામાં સ્નાતક, અનુસ્નાતક સને બીએડ શિક્ષકો નોકરીથી વંચિત
મ્હોંફાડ મોંઘવારી અને કોરોનામા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ
માતા પિતાએ પેટે પાટા બાંધીને લખોનો ખર્ચ કરી સંતાનોને ભણાવી ડિગ્રી અપાવી પણ નોકરી ના મળતાં નર્મદામા
બેકારોની ફોજ ઉભી થઈ
કોરોનામા કામ ધંધાવિના બેરોજગાર બનેલા શિક્ષકોની દયનિય સ્થિતિ
રાજપીપલા, તા 02
નર્મદા જિલ્લો આદિવાસી પછાત વિસ્તાર ગણાય છે.મજૂરી કરીને પેટે પાટા બાંધીને પોતાના સંતાનોની પાછળ લાખોનો ખર્ચ કર્યા પછી સ્નાતક, અનુસ્નાતક સને બીએડ જેવી ઉચ્ચ શિક્ષણની ડિગ્રી અપાવી પણ નર્મદા આજે એવા સુશીક્ષિત યુવાનો છે જેમણે છેલ્લા 8-10વર્ષથી નોકરી માટે દરદર ભટકવા છતાં નોકરી ન મળતાં પરિવારનું ગુજરાન ચલાવવા ના છૂટકે અન્ય નાના મોટા કામ ધંધામાં જોતરાઈને નાની મોટી મજૂરી કે બીજા કામો કરવા મજબુર બન્યા છે.
નર્મદા જિલ્લામાં ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકોને નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિકયોરોટી, પેટ્રોલ પંપ પર જેવા કામો કરવા મજબૂર બન્યાછે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો આ આદિવાસી વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્નાતક, અનુસ્નાતક સને બીએડ શિક્ષકો નોકરીથી વંચિતછે. આજે આવા શિક્ષિતોને મ્હોંફાડ મોંઘવારી અને કોરોનામા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.માતા પિતાએ પેટે પાટા બાંધીને લખોનો ખર્ચ કરી સંતાનોને ભણાવી ડિગ્રી અપાવી પણ નોકરી ના મળતાં નર્મદામાબેકારોની ફોજ ઉભી થઈ
નાનકડા ખોબા જેવડા ગામ આમલેથા મા એમ.એ. બી. એડ થયેલા યુવાન બકુલભાઈ રોહિત.નાનપણથી જ એમનું સ્વપ્ન શિક્ષક બનવાનું હતું. એ માટે એમણે ખુબ મહેનત કરીને
એમ.એ. બી. એડનું શિક્ષણ મેળવી સ્નાતક, અનુસ્નાતક સને બીએડની ડિગ્રી મેળવી. ડિગ્રીનો ટુકડો લઈને નોકરી માટે દરદર ભટક્યા પણ ક્યાય નોકરી ન મળતાં એમણે ટેલરિંગનું કામ શીખીને દરજીકામ શરૂ કર્યું. અને લેડીઝ ટેલરનો ધંધો શરૂ કરીને આજે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે
તેમણે પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું કે આજે હું શિક્ષક હોવો જોઈતો હતો તેની જગ્યાએ હું ટેલર બની ગયો. કોલેજ શિક્ષણ ભણતા ભણતા કોઈ કંપનીમાં રાત્રી નોમ
કરી કરીને, ખેતર મા પાણી વાળીને કામ કરીને મહેનત કરીને ડિગ્રી મેળવી પણ એ ડિગ્રી મારાં માટે કોઈ કામની નથી રહી. આજે ડિગ્રી મેળવ્યાને 12વર્ષ થયાં પણ મને નોકરી ના મળી.
મને કહેતા દુઃખ થાય છે કે મારી પાસે પડેલું જ્ઞાન હું બાળકોને આપી શકતો નથી
કુમસગામના આદિવાસી શિક્ષિત યુવાન દિનેશ ભાઈ વસાવા, જેમણે બી.એ., બી એડની ડિગ્રી મેળવી છે પણ નોકરી ન મળતાં આજે ખેત મજૂરી નું કામ કરે છે. પિતાનું મૃત્યુ થયાં છતાં માતાએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યો. આજે 10વર્ષથી નોકરી માટે દરદર ભટકયો પણ ક્યાંયે જોબ ના મળ્યો. નાની એક કંપની મા 5હજાર ની જોબ મળેલી પણ કોરોનામા છુટા કરી દેતા એ જોબ પણ જતી રહી. આજે ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. સરકારને અમારી વિનંતી છે અમને કાતો નોકરી આપાવે કાં તો કોઈ વળતર આપે જેથી અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ.
રાજપીપલાના નરેન્દ્રભાઈ રોહિત. કે જેઓ એમ બીએડ ની ઉચ્ચ શિક્ષણ ની ડિગ્રી મેળવ્યા છતાં કોઈ નોકરી ન નળતા પેટ્રોલ પંપ ગેસ સેન્ટર પર સિક્યોરિટી કર્માચારીની નોકરી મજબૂરી થી કરી રહ્યા છે. માબાપે લાખોનો ખર્ચ કર્યા છતાં પણ ડિગ્રી લઈને ભણ્યા પણ નોકરી ના મળે તો આ શિક્ષણ અને ડિગ્રીનોશો મતલબ?
આજે નર્મદા જિલ્લામા આવા અસંખ્ય બેરોજગાર શિક્ષિતો છે. જે મની પાસે ડિગ્રી તો પણ નોકરી નથી. ડિગ્રીનો ટુકડો આ યુવાનો માટે શોભાના ગાંઠિયા સમાન બની ગયો
ગુજરાત પ્રદેશ દક્ષિણ ઝોન ના સરપંચ પરિષદ ના પ્રમુખ નિરંજન વસાવાએ નર્મદાજિલ્લા નો સર્વે કર્યો જેમાં આ સુશીક્ષિત બેકારોની સંખ્યા એક હજાર થી વધુ છે તેમણે ગુજરાત મા આવા લાખો શિક્ષિત બેરોજગાર ની સમસ્યા માટે સવાલ ઉઠાવ્યાછે. અને તેમના માટે સરકાર કંઈક પ્રયત્ન કરે એવી માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા