નર્મદા જિલ્લામાં જિલ્લાની કુલ-૬૭૧ પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ કુલ-૩૧૯૨ પથારી (બેડ) ની સુવિધા ઉપલબ્ધ કરાઈ.

નર્મદા જિલ્લામાં જિલ્લાની કુલ-૬૭૧ પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ કુલ-૩૧૯૨ પથારી (બેડ) ની સુવિધા ઉપલબ્ધ કરાઈ.


 મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા.


 રાજપીપલા,તા.7


તા.૧ લી મે થી તા.૧૫ મી મે,૨૦૨૧ સુધી સમગ્ર ગુજરાતમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને ગ્રામ્યકક્ષાએ સમયસર સારવાર મળી રહે તે હેતુસર જિલ્લાની ૬૭૧ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયાં છે.

અત્રે એ ઉલ્લેનિય છે કે, નર્મદા જિલ્લામાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત દેડીયાપાડા તાલુકાની ૨૧૩ જેટલી શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ-૬૩૧ પથારી (બેડ), ગરૂડેશ્વર  તાલુકાની ૧૧૮ જેટલી શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ-૬૧૭ પથારી (બેડ), નાંદોદ તાલુકાની ૧૩૩ જેટલી શાળાઓમાં ૭૬૧ પથારી (બેડ), સાગબારા તાલુકાની ૧૦૬ જેટલી શાળાઓમાં ૭૭૮ પથારી (બેડ) અને તિલકવાડા તાલુકાની ૧૦૧ જેટલી શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ-૪૦૫ પથારીની (બેડ) ની વ્યવસ્થા ઉભી કરાયેલ છે. નર્મદા જિલ્લાની ૬૭૧ પ્રાથમિક શાળાઓમાં કોવિડ સેન્ટર કાર્યરત કરીને તેમાં કુલ ૩૧૯૨ પથારી (બેડ) ની સુવિધા- વ્યવસ્થા કરાયેલ છે. આ કોવિડકેર સેન્ટરમાં ગાદલું, ઓસીકુ, ચાદર, ચારસો, પીવાના પાણીની સુવિધા ઉપરાંત અન્ય વપરાશ માટેના પાણીની સુવિધા, માસ્ક, સેનેટાઇઝર દવાની કીટ, સેનીટેશનની સુવિધા અને સફાઇ તેમજ નાહવા માટેની પણ અલાયદી સુવિધા કરાયેલ છે.


 રિપોર્ટ :જ્યોતિ  જગતાપ, રાજપીપળા