આદિવાસી દિવસની ઉજવણીમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

ડેડીયાપાડા મા આદિવાસી દિવસની ઉજવણીમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા

બીટીપી ના 16 કાર્યકરો આગેવાનો સામે કાર્યવાહી


ડેડીયાપાડા મા આદિવાસી દિવસની ઉજવણી ના કાર્યક્રમ મા ૪00 માણસોની મંજૂરીમેળવી કરતા વધુ
આશરે ૧૬૦૦ જેટલી જન મેદની એકત્રીત કરતા કાર્યવાહી


મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરી માસ્ક વગર લોકોને ભેગા
કરી સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી સરકારના જાહેર નામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કરાયો

જિલ્લા બીટીપી પ્રમુખ સહિત બીટીપી ના 16 આગેવાનો કાર્યકરો સામે કાર્યવાહી
રાજપીપલા, તા 9

આજે નર્મદામા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી થઈ રહી હતી ત્યારે
ડેડીયાપાડા મા આદિવાસી દિવસની ઉજવણીમા સોસીયલ ડિસ્ટન્સના રીતસર ના ધજાગરા ઉડ્યાહતા
ડેડીયાપાડા મા બીટીપી ના કાર્યકરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમા ડેડીયાપાડા મા આદિવાસી દિવસની ઉજવણી ના કાર્યક્રમ મા ૪00 માણસોની મંજૂરીમેળવી કરતા વધુ
આશરે ૧૬૦૦ જેટલી જન મેદની એકત્રીત કરતા તેમની સામે ડેડીયાપાડા પોલીસે કાર્યવાહીહાથ ધરી હતી.
તેઓ મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરી માસ્ક વગર લોકોને ભેગા
કરી સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી સરકારના જાહેર નામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કરાયોહતો. જેમાં
જિલ્લા બીટીપી પ્રમુખ સહિત બીટીપી ના 16 આગેવાનો કાર્યકરો સામે કાર્યવાહીહાથ ધરાઈ હતી.


આ અંગે ફરીયાદી એચ.વી તડવી પોલીસ સબ ઇન્સપેક્ટર દેડીયાપાડા પોલીસ સ્ટેશનએ
આરોપીઓ (૧) વિક્રમભાઇ મોતિસિંગ વસાવા રહે અણદુ તા ડેડીયાપાડા જી નર્મદા (૨) મહેશભાઇ છોટુભાઇ
વસાવા (૩) ચૈતરભાઇ દામજીભાઇ વસાવા રહે બોગજ તા ડેડીયાપાડા (૪) દેવેંદ્રભાઇ જેઠાભાઇ વસાવા (રહે
જરગામ તા ડેડીયાપાડા )(૫) જગદીશભાઇ મંછીભાઇ વસાવા ખટામ તા ડેડીયાપાડા (૬) કે મોહન આર્ય રહે
ડેડીયાપાડા (૭) બહાદુરભાઇ દેવજીભાઇ વસાવા (રહે ખુપર બોરસાણ તા ડેડીયાપાડા )(૮) ધર્મેદ્રભાઇ શુકલભાઇ
વસાવા રહે ગાજરગોટા તા ડેડીયાપાડા (૯) મહેશભાઇ ગેબુભાઇ વસાવા રહે ચીકદા તા ડેડીયાપાડા (૧૦)
દિનેશભાઇ ઉબડીયાભાઇ વસાવા રહે .ઘાંટોલી તા. દેડીયાપાડા (૧૧) મગનભાઇ પોહનાભાઇ
વસાવા,રહે.ટીલીપાડા, તા.દેડીયાપાડા, જી.નર્મદા (૧૨) માધવભાઇ અમરસીંગભાઇ વસાવા રહે સીંગલવાણ
તા.દેડીયાપાડા જી.નર્મદા (૧૩) બિપીનભાઇ રામસીંગભાઇ વસાવા રહે. શીયાલી તા. દેડીયાપાડા જી.નર્મદા
(૧૪) નિશારભાઇ ચીરાગભાઇ કુરેશી રહે.દેડીયાપાડા , તા.દેડીયાપાડા, જી નર્મદા (૧૫) નરપતભાઇ
પારસીંગભાઇ વસાવા રહે. ફુલસર, તા.દેડીયાપાડા (૧૬) મગનભાઇ ખેતીવાભાઇ વસાવા (રહે, નાના
સુકાઆંબા તા.ડેડીયાપાડા, જી.નર્મદા)સામે ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત અનુસાર ડેડીયાપાડા ટાઉન વિસ્તારમા વિક્રમભાઇ મોતિસિંગ વસાવા (રહે અણદુ)એ
વિશ્વ આદિવાસી દિન નિમીતે
યોજાનાર કાર્યક્રમ અંગેની મંજૂરી મેળવી મળેલ મંજુરીમાં જણાવેલ મુજબ ૪00 માણસોની મંજૂરી કરતા વધુ
આશરે ૧૬૦૦ જેટલી જન મેદની એકત્રીત કરી જણાવેલ મંજૂરી ની શરતોનું પાલન નહીં કરી. તથા બીજા 15આરોપી
નસાથે મળી લોકો મળી મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરી માસ્ક વગર લોકોને ભેગા
કરી સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી સરકારના જાહેર નામાનો ભંગ કરી ગુનોકરતા તમામ આરોપીઓ સામે
પીએસઆઇ એચ.વી.તડવી પોલીસ સબ ઇન્સપેક્ટર
દેડીયાપાડાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા