ઝઘડિયા તાલુકામાં માસ્કના દંડની ઉઘરાણી બંધ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખતા ધારાસભ્ય છોટુ વસાવાના.
રાજપીપળા, તા. 4
ઝઘડિયા તાલુકામાં માસ્કના દંડની ઉઘરાણી કરવા બાબતે ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે. જેમાં પત્રમાં તાત્કાલિક ધોરણે કોરોના મહામારી દરમિયાન માસ્ક નામે તથા અન્ય કારણોસર પોલીસ દંડ વસૂલાતનો બંધ કરે તેવી માંગણી કરી હતી. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોના મહામારી વ્યાપક પ્રમાણમાં વધી રહી છે. ત્યારે લોકો પાસેથી માતસ્કના નામે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરતી ઝઘડિયા પોલીસ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખી આ મહામારીમાં નિર્દોષ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી દંડ વસૂલ કરવાનું બંધ થાય તેવી રજૂઆત કરી છે રોજે રોજ અસંખ્ય લોકો જીવન રક્ષક દવાઓ, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડ સુવિધાના અભાવે તથા તંત્રની ઘોર બેદરકારીના કારણે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં તથા ઝઘડીયા મતવિસ્તારમાંથી રોજે રોજ સેંકડો લોકો પાસેથી માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસ તંત્ર દ્વારા નિર્દોષ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી હજાર રૂપિયાનો દંડ વસૂલ કરે છે.તે નિંદનીય છે. લોકો પાસે રોજગાર નથી, કામ,ધંધા બંધ છે.ખેડૂતો,વેપારીઓ, કરીગરો, મજૂરો હેરાન-પરેશાન છે.આવા સમયમાં મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના તમામ લોકો આર્થિક મંદીમાં ફસાયેલા છે.ત્યારે ભરૂચ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા જોહુકુમ થી ડરાવી, ધમકાવીને લોકો પાસેથી દંડ વસુલ એને રંજાડવામાં આવી રહ્યા છે. તાત્કાલિક ધોરણે માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસ દંડ વસૂલાત કરવાનું બંધ કરે તેવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા