રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.
મોટરસાયકલ ચાલક ફરાર .

ગરૂડેશ્વર તાલુકાના મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.
મોટરસાયકલ ચાલક ફરાર .
રાજપીપળા, તા.4
ગરૂડેશ્વર તાલુકાના મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા ગંભીર ઈજા થવા પામી છે.જેમાં અકસ્માત કરી મોટર ચાલક ફરાર થઈ જતા પોલીસે ચાલક સામે ફરિયાદ કરી છે.જેમાં ફરિયાદી નગીનભાઈ ગોપાલભાઈ તડવી (રહે, મોટીરાવલ પટેલ ફળિયું) એ આરોપી મોટર સાયકલ હીરો પેશન જીજે 6 એફ આર 9051 ના ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી મોટરસાયકલ નંબર જીજે 6 એફ આર 0951 ના ચાલકે ફરિયાદી નગીનભાઈ તથા સાહેદ અનિતાબેન તેમજ પ્રીતિકાબેન ચાલતાં-ચાલતાં ઢાળ ચઢી હાઈવે રોડ પર આવતા હતા,ત્યારે મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી નગીનભાઈને જમણા પગે અથાડી ફંગોળા દઈ નળાના ભાગે ફેકચર કરી તેમજ માથામાં તેમજ ડાબા ખભાના ભાગે તેમજ સાહેદ અનીતાબેન અને જમણા પગને પંજાની જમણી બાજુ કપાળના ભાગે તથા કાંડાની નીચેના ભાગે તેમજ પ્રતીકાબેનને જમણી બાજુ કપાળના ભાગે સાધારણ ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ચાલક મોટરસાયકલ સ્થળ પર મૂકી નાસી જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા