વિસનગરની સૃજંતાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાનો ખિતાભ.

વિસનગરની સૃજંતા કાપડીયાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાનો ખિતાભ એનાયત કરવામાં આવ્યો છે. સૃજંતાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ન્યૂઝપેપરમાં આવેલા ફોટાનો સંગ્રહ કરી વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. આ સંગ્રહમાં છેલ્લા દસ વર્ષની મહેનત સમાવેલી છે. સૃજંતા કાપડીયા વિરાટ કોહલીની પ્રશંસક છે. જેથી તેણે વિરાટ કોહલીના ફોટોનો સંગ્રહ કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામ કર્યો છે. સૃજંતા દરરોજ ન્યૂઝ પેપર વાંચતી અને તેમાંથી વિરાટ કોહલીના ફોટો અલગ કરીને આલ્બમમાં ચોટાડીને સંગ્રહ કરતી હતી. સૃજંતાએ 1900થી વધારે વિરાટ કોહલી ફોટાનો સંગ્રહ કર્યો છે. તેમજ કોમ્પ્યુટરમાં પણ 8000થી વધારે ફોટો સંગ્રહ કરેલા છે. આ સિદ્ધી બાદ સૃજંતાએ આચાર્ય, મિત્રો અને સમાજનો આભાર વ્યક્ત કર્યો છે.