ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામે ટ્રેકટર ૨૫થી વધુ માણસોને બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ.
રાજપીપળા,તા.4
ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામે ટ્રેકટર ૨૫થી વધુ માણસોને બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ગરૂડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી એ.એસ.વસાવા પોસઈ એ આરોપી અરવિંદભાઈ ઝવેરભાઈ તડવી (રહે, ટીમરવા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા હોય આ કામના એક ટ્રેક્ટર નં. જીજે 22 એ 4384 ના ચાલક અરવિંદભાઈએ પોતાના ટ્રેક્ટર માં પોતે માસ્ક પહેર્યા વગર ૨૫ જેટલા પેસેન્જરોને બેસાડી પોતાનો અને પેસેન્જરોનો ડિસ્ટન્સ નહીં રાખી ટ્રેક્ટર ચલાવી લાવી કોરોના સંક્રમણ રોગ ફેલાય તેવું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા