દાહોદના દેવગઢ બારીયાની કોલેજના એક સાથે 4 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત

દાહોદના દેવગઢ બારીયા કોમર્સ કોલેજના 4 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોલેજના 1 સિનિયર ક્લાર્ક, 1 લેક્ટરર, અન્ય 2 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હાલ તમામ કર્મીઓને સારવાર અર્થે કાયસ હોસ્પિટલમાં ખસેડાયા છે. કોરોનાગ્રસ્ત થયેલા ચારેય કર્મચારી ગોધરાથી અપડાઉના કરતા હોવાનું સામે આવ્યું છે.