રેલવેના આઇસોલેશન કોચ આજથી દર્દીઓ માટે ખુલ્લા મુકાયા.
રેલવે દ્વારા કોરીના દર્દીઓ માટે તૈયાર કરાયેલા આઈસોલેશન કોચ આખરે 1વર્ષ પછી દરદીઓ માટે આજથી ખુલ્લા મુકવામાં આવશે. સ્થાનિય તંત્ર દ્વારા માંગ કરાતા અમદાવાદે રેલવે તંત્ર દ્વારા તત્કાલ અસરથી 19 આઇસોલેશન કોચ સ્થાનિય તંત્રને ફાળવવામાં આવ્યા છે. હાલમાં આ 19 કોચમાંથી 13 કોચ સાબરમતી રેલવે સ્ટેશને અને 6 કોચ ચાંદલોડિયા સ્ટેશને મુકવામાં આવ્યા છે. આ તમામ કોચમાં 304 જેટલા દર્દીઓને ઓક્સિજનની સગવડ સાથે દાખલ કરી સારવાર આપી શકાશે.