ટ્રકે અડફેટમા લેતા અકસ્માત મા રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત

તરોપા ગામે હાઇવે રોડ પર રાહદારીને હાઇવા ટ્રકે અડફેટમા લેતા અકસ્માત મા રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત

રાજપીપલા, તા 2

તરોપા ગામે હાઇવે રોડ પર રાહદારીને હાઇવા ટ્રકે અડફેટમા લેતા અકસ્માત મા રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોતનીપજતા આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ફરીયાદી સંગીતાબેન ભદ્રેશભાઇ ર વસાવા( ઉ.વ. ૪ર ધંધો-ઘરકામ મુળ રહે.વાગેથા તા.નાંદોદ
જી.નર્મદા હાલ રહે. તરોપા ઉપલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા)એ આરોપી હાઇવા ટ્રક નંબર – -16-AU-6703 ના ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે
ફરિયાદ ની વિગત અનુસાર આરોપીએ પોતાના કજામાની હાઇવા ટ્રક નંબર GJ-16-A-6709ને તરોપા ગામના કેનાલ વાળા નાકા નજીક રાજપીપલા
અંકલેશ્વર હાઇવે રોડ ઉપર ટ્રક પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી લાવી રોડની સાઇડમાં ચાલતા ફરીયાદીના પતિ ભદ્રેશભાઇ રૂપલાભાઇ વસાવા
(ઉ.વ.૪૫ મુળ રહે.વાગેથા તા.નાંદોદ જી.નર્મદા હાલ રહે. તરોપા ઉપલુ ફળીયુ
તા.નાંદોદ જી.નર્મદા)
ને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી
માથાના ભાગે તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડતા તેમનું સ્થળ ઉપરજ મોત નીપજ્યું હતું.આ અંગે આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા