ભાણવડ ના વેપારી અગ્રણી દ્વારા જરૂરિયાતમંદો ને બ્લેન્કેટ નું વિતરણ કરાયું*

*સુમિત દતાની, ભાણવડ,

ભાણવડ: હાલ ઠંડી ની ઋતુ ધીમે ધીમે જામી રહી છે ત્યારે ઘરવિહોણા અને ઝૂંપડપટ્ટી માં વસવાટ કરતા ગરીબ લોકો પાસે ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાં ના હોય જેથી એવા લોકો માટે શિયાળો કપરી પરિસ્થિતિ છે,
ત્યારે ભાણવડ ના માનવતાવાદી વેપારી દ્વારા એનિમલ લવર્સ ગ્રુપ ના સભ્યો ની મદદથી ખરેખર જરૂરિયાત વાળા લોકો ને શોધી અને ગરમ સારી ગુણવતા ના બ્લેન્કેટ નું વિતરણ કરી આ કલિયુગ ના સમય માં માનવતાવાદી ઉદાહરણ પૂરું પાડ્યું છે.