જામનગરમાં કાસમભાઈ કફીની આગેવવાનીમાં આગેવાનો તેમજ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

જામનગરમાં કાસમભાઈ કફીની આગેવવાનીમાં આગેવાનો તેમજ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

જામનગર: મનપા ચૂંટણીની જંગમાં યહાં સે વહાં, હમ સાથ સાથ હૈ સાથે અલગ અલગ પક્ષોમાં એન્ટ્રી એકઝીટનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર ખાતે કાસમભાઈ ખફીની આગેવાનીમાં આશરે 50 ઉપર કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.

ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવા આવવાનો, ટેકો જાહેર કરવાનો ક્રમ હજુ પણ ચાલુ રહ્યો છે. જામનગર આશરે 50 ઉપર કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા જામનગરના ભીમજી નાથાભાઇ બગડા દ્વારા તેમના કાર્યકરો સાથે લાખાબાવડ ની બેઠક પરથી કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં હતો. જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાસમભાઈ ખફીની આગેવાનીમાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા તો બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને કાર્યકરો સહિત કોંગ્રેસ દ્વારા ખેસ પહેરાવી તેઓને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન નેતાઓ સહિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જીવણભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને કોંગ્રેસના અગ્રણી કાસમભાઈ ખફી, જિલ્લા સમિતિના ઉપપ્રમુખ અમીનભાઈ, જિલ્લા સમિતિના મહામંત્રી કે પી બથવાર, જિલ્લા મહિલા મહામંત્રી રીટાબા જાડેજા, નજમા બેન તેમજ પ્રવીણભાઈ જેઠવા સહિત હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.