ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે મનસુખ વસાવાએ જનજાતિ આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો

ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે મનસુખ
વસાવાએ જનજાતિ આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો
રાજપીપલા, તા.14


થોડા સમય પહેલા ગુજરાતમાં ખોટા આદિજાતિ પ્રમાણપત્રોને લઈનેવિવાદ ઉભો થયો હતો.ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ તાજેતરમાંખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે કેન્દ્રીય જનજાતિય આયોગના અધ્યક્ષનેપત્ર લખ્યો છે.

પત્રમાં જણાવાયુ છે કે ખોટા આદિજાતિ પ્રમાણપત્રોનો મુદો સંસદમાં પણઉઠાવાયો છે.ખોટા આદિજાતિ પ્રમાણપત્ર ધારકોને લઈને મુળ આદિવાસીઓનેસંવિધાને આપેલ અનામત (આરક્ષણ) ધીરેધીરે સમાપ્ત થઈ રહ્યુ છે.ખોટાપ્રમાણપત્રોને લઇને હજારો મુળ આદિવાસીઓ શિક્ષણ અને સરકારી
નોકરીઓથી વંચિત થઇ રહ્યા છે. આ મુદ્દે ગુજરાતમાં મુળ આદિવાસીઓ દ્વારા
આંદોલન કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ સંગઠનો સાથે આ
બાબતે ચર્ચા કરવામાં આવી હતી, અને તેના પરિણામરૂપે સરકારે વિધાનસભામાં
બિલ પસાર કરીને ખોટા પ્રમાણપત્રોને રદ કરવા નિયમ બનાવ્યો છે. ઉપરાંત,
આ બાબતે એક નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપદે એક સમિતિ પણ બનાવવામાં
આવી હતી. આ સમિતિએ ૫ થી ૬ મહિના જેટલા સમય દરમિયાન આબાબતનો અભ્યાસ કરીને તેનો રિપોર્ટ ભારત સરકારના રાષ્ટ્રીય જનજાતિયઆયોગને મોકલ્યો હતો. આ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલાયા બાદ ખોટા
પ્રમાણપત્રધારકો એક થઈને સરકાર પર દબાણ લાવી રહ્યા છે તેને લઇને આખોટા આદિજાતિ પ્રમાણપત્રધારકો પોતાના મકસદમાં સફળ થઈ શકે એવી આશંકા છે.

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ કેન્દ્રીય જનજાતિય
આયોગના અધ્યક્ષને ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે પત્ર લખીને મુઆદિવાસીઓના સંવિધાનિક અધિકારોનું રક્ષણ થાય તેવી માંગ કરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા